________________ બંધુદત્ત કથા.. 35 દિવસ થઈ ગયા, પણ બંધુદત તો ન મળે; તથાપિ બલિદાનને માટે દશ પુરૂષને લાવવા ચંડસેને પિતાના સેવકે મોકલ્યા. અહીં પ્રિયાના વિરહથી સંતપ્ત થઈને સર્વત્ર ભ્રમણ કરતા બંધુદત્ત હિંતાલ પર્વતના વનમાં ગયે. ત્યાં એક મોટું સહચ્છદવૃક્ષ તેના જેવામાં આવ્યું. તે જોઈને બંધુદતે વિચાર કર્યો કે:-“મારા વિના પ્રિયદર્શના એક ક્ષણવાર પણ જીવી શકવાની નથી, તેથી તે મરણ પામી હશે, તે હવે મારે પણ જીવીને શું કરવું? માટે હું પણ યમને અતિથિ થાઉં.” આમ નિશ્ચય કરી તે વૃક્ષ પર જેટલામાં તે ગળપાસ નાખે છે, તેટલામાં સરેવરને તીરે હંસીથી વિગ પામેલ એવા એક હંસને તેણે જોયે. સર્વત્ર તેની શોધ માટે ભમતા તે હંસે પદ્યની છાયામાં છુપાઈ ગયેલી પોતાની હંસીને જોઈ, એટલે તેની સાથે ભેટીને તે સુખી થયે. આ કૌતુક જોઈને બંધુદત્તે વિચાર કર્યો કે:-“જીવતા માણસે પુન: પણ સંગ પામે છે, માટે મરણથી સર્યું; હવે તે હું ફરીને પણ તેની તપાસ કરૂં. વળી નિધન થયેલ હું પોતાના નગરમાં પણ કેમ જાઉં ? માટે વિશાલાનગરીએ જઈ મારા મામા પાસેથી ધન લઈને પ્રાણપ્રિયાની શોધ કરૂં અને તેને છોડાવું, પછી મારે ઘેર જઈને હું તેનું દ્રવ્ય તેને પાછું આપીશ.” આ પ્રમાણે ચિંતવી બીજે દિવસે તે વિશાલાનગરી ભણું ચાલ્યો. માર્ગમાં ગિરિપુર નગરની સમીપે રહેલા યક્ષાલયમાં તે શ્રાંત થવાથી રાત્રે વિસામો લેવા બેઠે. ત્યાં કેઈ બીજો મુસાફર પણ વિસામો લેવા બેઠે હતા. બંધુદતે તે મુસાફરને પૂછ્યું કે:-“હે મુસાફર બંધુ! તું કયાંથી આવે છે?” તે બોલ્યો કે હું વિશાલાનગરીથી આવું છું.' બંધુદત્તે કહ્યું કે- ત્યાં ધનદત્ત નામે શ્રેષ્ઠી મારે મા રહે છે, તેને કુશળ છે?” મુસાફર બોલ્યા કે-“હે પથિક! તારા ધનદત્ત મામાને રાજાએ પકડ્યો છે અને સહકુટુંબ તેને કેદખાનામાં પૂર્યો છે.” બંધુદતે પૂછયું કે શા માટે રાજાએ એમ કહ્યું છે?” પથિક બોલે કે:-“ગ્રામેશ નરપતિ એકદા વનમાંથી કીડા કરીને પાછા વળતાં તારા મામાને પુત્ર કાર્ય વ્યગ્ર હોવાથી રાજાના આવતાં ઉભો ન થયે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust