________________ - સર & પાર વિના જ થાય , બંધુદત્ત કથા. 349 હતું કે - આ કન્યા કેવી થશે?” એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે આ કન્યા પાણિગ્રહણ કરી પુત્ર પ્રસવને ચારિત્ર ગ્રહણ કરશે.’ - આ પ્રમાણે મેં સાંભળ્યું છે, માટે તે કન્યાજ એને અપાવવી.” પછી ચિત્રાંગદ વિદ્યાધર મિત્ર વિદ્યાધરો અને બંધુદત સહિત કૌશાંબી ગયે. ત્યાં શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ જોઈ, તેમાં પ્રવેશ કરીને પ્રભુને નમન કરતાં બંધુદત્ત ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા:ત્રિભુવનને મુગટ સમાન, સુરાસુરથી નમન કરાયેલા અને અમેય સંસાર-સાગરમાં આધારરૂપ એવા હે પાર્શ્વજિન ! તમે જયવંત વર્તો. હે સ્વામિન ! આપના દર્શન કરતાં રોગ, અગ્નિ, જળ, વ્યાસ, ચોર, શત્રુ અને શ્વાપદથી થતા બાહ્ય અને આંતરિક ભય નષ્ટ થાય છે.” ઈત્યાદિ બંધુદત્ત સ્તુતિપાઠ કરતા હતા, એવામાં જિનદત્ત ત્યાં પૂજા કરવા આવ્યું. અને ત્યાં વિદ્યાધરને તથા સાધર્મિક બંધુદત્તને જોઈને તે પ્રમોદ પામ્યું. પછી તેમને આમંત્રી પોતાને ઘરે લઈ જઈને સ્નાન, ભેજનાદિકથી સત્કાર કરી તેણે પૂછ્યું કે-“અહીં તમે શા કારણે આવ્યા છે?” તેઓ બોલ્યા કે અમે તીર્થવંદન કરવા અહીં આવ્યા છીએ.” એટલે પુનઃ જિનદત્ત બે કે-“મારે લાયક કામસેવા ફરમાવે.” તેઓ બોલ્યા કે-“અમે વિદ્યાધર (ખેચર) છીએ, અને આ બંધુદત્ત ભૂચર છે, તમે પણ ભૂચર છે, તે બંધુદત્તને તમારી પ્રિયદર્શના પુત્રી પરણા. આ મહાનુભાવ ખરેખર ધર્મિષ્ઠ છે.” પછી તેના ધર્મિષ્ટપણાથી રંજિત થઈને જિનદત્ત પિતાની પુત્રી બંધુદતને પરણાવી, એટલે વિદ્યારે સંતુષ્ટ થઈને પિતાના સ્થાને ગયા. અને બંધુદત તેની સાથે પંચેંદ્રિયના વિષયસુખ ભંગ ભગવતો ત્યાં જ રહે. વળી સામાયિક, પ્રતિક્રમણ અને પિષધાદિક ધર્મકૃત્ય પણ તે કરવા લાગ્યો. કેટલાક વખત પછી તે સગર્ભા થઈ એટલે સસરાને પૂછી તેને લઈને બંધુદ પિતાના નગર ભણું ચાલ્યું. અ૫ સાર્થની સાથે ચાલતાં તે અનુકમે એક ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ત્રણ દિવસમાં ઉલ્લંઘન કરીને તે એક સરોવરના તીરે આવ્યા. એવામાં દેવગે ચંડસેન નામના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust