________________ 348 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. છતાં સર્ષે ચંદ્રલેખાને ડેશી અને તે મરણ પામી. એ પ્રમાણે તેની છ સ્ત્રીઓ પરણતાં જ ગુજરી ગઈ. એટલે “વિષહસ્ત અને વિષવર” એવા નામથી તે બંધુદત્તની પ્રસિદ્ધિ થઈ. પછી તેને કેઈએ કન્યા ન આપવાથી તે કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. તેને તથાવિધ ખિન્ન ચિત્તવાળે જોઈને તેના પિતાએ યાન (વહાણ) સજજ કરાવીને વ્યાપાર કરવા મોકલ્યા. પિતાની આજ્ઞાથી દ્વીપાંતરમાં જઈને તેણે બહુ ધન ઉપાર્જન કર્યું. પછી બહુ લાભથી સંતુષ્ટ થઈને તે પોતાના નગર ભણું પાછો વળે. સમુદ્રમાગે ચાલતાં દુવયુના વેગે અધવચ તેનું વહાણ ભાંગ્યું, ભાગ્યયોગે તે કાષ્ઠફલક પામીને રત્નદ્વીપે નીકળે. પગે ચાલતો અને ફળાહાર કરતે તે રત્નાદ્રિ પર ગયે. ત્યાં રત્ન ગ્રહણ કરતાં તેણે એક મેટે જિનપ્રાસાદ જે, એટલે તે ચૈત્યમાં પ્રવેશ કરીને શ્રી નેમિનાથના બિંબને નમસ્કાર કરી બહાર વૃક્ષની છાયામાં બેઠેલા અને શુક્લધ્યાન ધ્યાતા એવા કેટલાક મુનિઓને જોઈને તેણે વંદન કર્યું અને પોતાને બધે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તેમાંના પ્રથમ મુનિએ તેને પ્રતિબોધ આપીને જેનધર્મમાં દઢ કર્યો. એ વખતે ચિત્રાંગદ નામે કઈ વિદ્યાધર મુનિને વંદન કરવા આવ્યો હતો. તેણે બંધુદત્ત પર સ્વધાર્મિકપણુથી પ્રસન્ન થઈને તેને આમંત્રણ કર્યું અને પોતાને ઘરે લઈ ગયા. ત્યાં બંધુદતને સ્નાન, મજજન અને ભક્તિપૂર્વક ભેજન કરાવીને તે બે કે –“તું મારો સાધર્મિક ધર્મબંધુ છે, માટે તેને આકાશગામિની વિદ્યા આપું કે કન્યા આપું?” બંધુદત્ત બોલ્યો કે-હું સામાન્ય વણિક વેપારી છું; માટે મારે વિદ્યાનું શું પ્રજન છે? " એમ બોલીને તે મૌન રહ્યો. એટલે ખેચરે વિચાર કર્યો કે એને કન્યાની અભિલાષા લાગે છે, માટે જે સુરૂપવતી અને આયુમતી કન્યા હોય તે એને આપું, પણ તેવી કન્યા કયાં છે?” આમ વિચારે છે એટલે તેની ભગિની સુવર્ણલેખાએ તેને કહ્યું કે - “કૌશાંબીમાં જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે કુમારી પુત્રી મારી સખી છે, તે સુરૂપ અને આયુષ્મતી છે, તેના પિતાએ ચતુર્ગાની મુનિને પૂછ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust