________________ 346 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. વડે પોતાના ધનને સફળ કરવા લાગ્યું. તે વિપ્ર, યોગી અને અન્ય દર્શનીઓને પણ આહાર વસ્ત્રાદિકનું દાન આપીને તેમને પૂછતા કે - કયા દેવ અને કયા ગુરૂ મોક્ષ આપી શકે?” એટલે તે બધા ' ભિન્ન ભિન્ન દર્શાવવા લાગ્યા, તેથી સાગરદત્તના મનમાં સંશય પડ્યો - કે –“કયા ધર્મને સેવું? સત્યવાદી કેણ? કે જેનાથી મને સાચો ધર્મ મળી શકે.” આમ વિચારીને તે વિવિધ શાસ્ત્રો સાંભળવા લાગ્યા. એકદા શરીરચિંતાને માટે તે વનમાં ગયો. ત્યાં ધ્યાનસ્થ એક સાધુને સાગરદત્તે વંદન કર્યું, અને પૂછયું કે –“હે સ્વામિન્ ! દેવ, ગુરૂ અને ધર્મ શું ? અને તમે કેણ છે ? તે મને બધું સત્ય કહે.” સાધુએ કાર્યોત્સર્ગ પારીને કહ્યું કે –“હે મહાનુભાવ! હું અનગાર છું; રાજ્ય તજી દીક્ષા લઈને સિદ્ધનું ધ્યાન કરૂં છું. હું તને સત્ય વાત કહી શકું પણ તેથી મારા ધ્યાનનો ભંગ થાય, માટે કાલે અહીં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પધારશે, તેમને વંદન કરીને પ્રશ્ન કરજે.” આ પ્રમાણે સાંભળી હર્ષિત થઈને તે ઘરે ગયે. બીજે દિવસે ભગવંત ત્યાં પધાર્યા, એટલે તેમનું આગમન જાણું રાજા, નગરજને તથા સાગરદત્ત પણ હર્ષિત થઈને જિવંદન કરવા આવ્યા. લાભનું કારણ જાણીને ભગવંતે પણ સાગરદત્તને ઉદ્દેશીનેજ ધર્મદેશના આપી. સાગરદત્ત એક ચિત્તે દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતવના ભેદ સાંભળવા લાગે. ભગવતે સાગરદનના સર્વ સં. શય દૂર કર્યા એટલે તે ધર્મ સાંભળતાંજ વૈરાગ્ય પામ્ય, અને ભગવંતના ચરણમાં જઈને પડ્યો. તે વખતે શુક્લધ્યાન ધ્યાતાં શુભ વાસનાથી તેને ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી યતિષ ધારણ કરીને તે કેવળીની સભામાં જઈને બેઠા અને અનુક્રમે પરમપદને પામ્યા. આ પ્રમાણે એકાંત પરેપકારી એવા પાર્શ્વનાથ ભગવંતે તેને સંસારથી તાર્યો.. - ઇતિ સાગરદત કથા, * શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા શિવ, સુંદર, સેમ અને જય એવા નામના ચાર શિષ્ય કે જેમણે ચિરકાળથી વ્રત લીધું હતું P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust