________________ 350 શ્રી પાશ્વનાથ ચરિત્ર-ભાષાંતર પલ્લીપતિના યમદૂત જેવા ભીલેએ અકસ્માત્ તે સાથેપર હુમલે કર્યો, અને સાર્થનું સર્વસ્વ તથા પ્રિયદર્શનાને લઈને તે ચાલ્યા ગયા. તેમણે તે માલ પ્રિયદર્શના સહિત પેલા પલ્લી પતિને હવાલે કર્યો. એટલે પલ્લી પતિ તે પ્રિયદર્શનારને રૂપવતી જોઈને સંતુષ્ટ થઈ ચિંતવવા લાગ્યું કે-“એને મારી મુખ્ય સ્ત્રી કરીશ. પછી ચંડસેને તેને પૂછયું કે-“હે ભદ્રે ! તું કોણ છે? તું કેની પુત્રી છે અને તારું નામ શું છે?” તે બોલી કે–“હું કૌશાંબીના રહેનારા જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે પુત્રી છું.”તે સાંભળીને ચંડસેન બેલ્યા કે “અહો ! જો એમ હોય તે તે તું મારી બહેન છે, કેમકે તું મારા ઉપકારીની પુત્રી છે. સાંભળ-એકદા ચેરે સાથે સાયંકાળે હું કૌશાંબીની બહાર મદ્યપાન કરતો હતે, એવામાં રાજપુરૂષોએ મને પકડ્યો અને બીજા ભીલે તે વખતે ગચ્છતિ કરી ગયા. મને એકાકીને રાજા પાસે ખડો કર્યો. રાજાએ વધને આદેશ કર્યો, એટલે રાજસેવકે મારે વધ કરવા માટે મને વધભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં માગે પિષધ કરીને ઘર ભણી જતા તારા પિતા સામા મળ્યા. તેણે મારી પ્રાર્થના સાંભળી રાજાને વિજ્ઞપ્તિ કરીને મને છેડા. માટે તું મારી બહેન છે. કહે, તારું હિત હું શું કરું?” તે બોલી કે - હે બાંધવી ધાડ પડવાથી વિખુટા પડી ગયેલા મારા પતિ બંધુદત્તની શોધ કરીને તેને અહીં લઈ આવ.” એટલે ચંડન તેને બહેનસમાન ગણું પિતાને ઘરે મૂકીને તેના પતિની શોધ કરવા ચાલ્યો. બહુ સ્થળે ભમતાં છતાં પણ બંધુદત્તને પત્તે ન લાગ્યું. એટલે નિરાશ થઈને તે પાછા આવ્યું અને પુનઃ સર્વત્ર પિતાના ભલેને તપાસ કરવા મેકલ્યા. એવામાં ત્યાં પ્રિયદર્શનાએ પુત્ર પ્રસ. પેલા ભીલે પણ સર્વત્ર તપાસ કરતાં બંધુદત્ત ન મળવાથી પાછા આવ્યા. . . એકદા પલિપતિએ પોતાની કુળદેવી આગળ માનતા કરી કે“હે માતા ! જે એક માસમાં પ્રિયદર્શના પતિ બંધુદત્ત મળશે તે હું દશ પુરૂષનું તને બળિદાન આપીશ.” આ હકીકતને પચશ P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust