________________ શુક-શુકી કથા. 325 તરીકે સ્વીકારીને તેઓ પોતાના નગરમાં ગયા. ત્યાં ચંદ્રકળાની જેમ પ્રતિદિન તે બાળક કળાથી વૃદ્ધિ પામવા લાગ્યું. અહીં રતિસુંદરીએ પ્રસન્નપણે સુંડલામાંથી બાળકને લઈ દેવીના શિરપર ફેરવીને દેવીની આગળ તેને પછાડ્યો અને પૂર્ણ મનેરથ થતાં તે ત્યાંથી પિતાના સ્થાને ગઈ. જયસુંદરી પુત્રના વિયેગથી દુઃખે કાળ નિર્ગમન કરવા લાગી. આ વખતે એક રાણી પૂર્ણિમા સમાન અને બીજી રાણ અમાવાસ્યા સમાન લાગતી હતી. હવે વિદ્યારે તે બાળકનું મદનકર એવું નામ રાખ્યું. અનુકમે વૃદ્ધિ પામતાં તે વિવિધ વિદ્યા શીખે ને યવન વય પા. એકદી આકાશગામિની વિદ્યાવડે ગગનાગમન કરતાં રાજમહેલના ગવાક્ષમાં બેઠેલી પોતાની માતાને તેણે જોઈ; એટલે જેવા માત્રથી. ઉત્પન્ન થયેલા સ્નેહથી મદનાંકરે તેને ઉપાડીને પોતાના વિમાનમાં બેસારી દીધી. તે રાણી પણ સ્નેહદષ્ટિથી તે કુમારને વારંવાર જોવા લાગી. એવામાં નગરલકે ઉંચા હાથ કરીને કહેવા લાગ્યા કે–અહો! કોઈ વિદ્યાધર આપણું રાજાની રાણીને લઈ જાય છે.” તે સાંભળી રાજા ઘણે દુહાણે, પણ શૂરવીર છતાં તે શું કરી શકે? ઉંચા વૃક્ષ પરથી ફળ લેવામાં કુજ શું પરાક્રમ કરે? પુત્રના મરણથી અને ભાર્યાના અપહરણથી હેમપ્રભ રાજા બહુ દુઃખી થઈ ગયો. એવામાં દેવ થયેલ પૂર્વભવના શુકીના જીવે અવધિજ્ઞાનથી અનુચિત કાર્ય થતું જાણીને વિચાર કર્યો કે-“અહો! મારે ભાઈ પોતાની માતાને સ્ત્રીબુદ્ધિથી હરણ કરી જાય છે તે ઠીક થતું નથી. અહીં મદનાંકુર પિતાના નગરની પાસે આવી એક સરોવરને કાંઠે આમ્રવૃક્ષ નીચે જયસુંદરી સહિત બેઠે; એટલે પેલો દેવ વાનર અને વાનરીનું રૂપ કરી આમ્રતરૂની શાખા પર આવીને બેઠે. ત્યાં રહ્યો સતે વાનર વાનરીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! આ તીર્થ અભીષ્ટદાયક છે. આ તીર્થના જળમાં પડેલ તિર્યો મનુષ્ય થાય છે અને મનુષ્ય દેવત્વ પામે છે. જે, આ બંને મનુષ્ય કેવા દિવ્ય રૂપધારી છે. માટે આપણે પણ મનમાં તેની ધારણ કરીને આ તીર્થજળમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust