________________ શુક-શુકી કથા. 323 મારા જીવિતવ્યના બદલામાં તમે ચિરંજી. હું અગ્નિકુંડમાં પ્રવેશ કરું છું. એટલે રાજા ખેદ લાવીને બોલ્યો કે–“હે કાંતે! મારે માટે તું જીવિતને ત્યાગ ન કર, પૂર્વકૃત કર્મ મારેજ ગવવા ચેાગ્ય છે.” એટલે તે રાણી રાજને પગે પડીને બોલી કે –“હે સ્વામિન ! એમ ન બેલે, તમારા નિમિત્તે જે મારા પ્રાણ જતા હોય, તે મારૂં જીવિત સફળ છે.” એમ કહી બળાત્કારે રાણી રાજા ઉપરથી પોતાનું ઉત્તારણ કરી ગવાક્ષ આગળ જઈને જાજવલ્યમાન એવા અગ્નિકુંડમાં કૂદી પડી. એ વખતે રાક્ષસ સંતુષ્ટ થઈને બે કે-હે વત્સ ! તારા સત્વથી અત્યારે હું સંતુષ્ટ થયે છું, માટે તું ઈચ્છિત વરદાન માગી લે, તે આપવા હું તૈયાર છું.”તે બેલી કે-જે આપ પ્રસન્ન થયા હો તે આપના પ્રસાદથી મારા સ્વામી ચિરકાળથી ઉત્પન્ન થયેલા રંગની પીડાથી મુક્ત થાઓ.” રાણીની આવી માગણીથી “એમજ થાઓ” એ પ્રમાણે કહી રાણુને સુવર્ણ સિંહાસન પર બેસારી અને રાજાને અમૃતથી અભિષેક કરીને રાક્ષસ પિતાને સ્થાને ગયા. રાજાને જીવિતદાન આપવાથી સમસ્ત રાજલક રતિસુંદરી રાણીની જ્યજ્યારથી સ્તુતિ કરવા લાગ્યા. તે રાણીએ રાજા પાસે આવીને પુષ્પ અને અક્ષતથી તેમને વધાવ્યા, એટલે રાજા બેલ્યો કે–“હે પ્રિયે ! તારા સત્વથી હું સંતુષ્ટ થયો છું, માટે અભીષ્ટ વર માગ.” તે બોલી કે-“હે સ્વામિન્ ! તમે જ મારા અભિષ્ટ વર છે.” રાજા બોલ્યો કે -ભદ્રે ! તે જીવિતવ્યના અર્પણથી મને વશ કર્યો છે, તેથી કંઈક માગી લે.” એટલે તે હસીને બેલી કે-જે એમ હાય તે હાલ તે વર અનામત રાખો, અવસરે હું માગીશ.” આમ કહેવાથી રાજાના મનનું સમાધાન થયું, તે રાજી થયે. એકદા રતિસુંદરીરાણીએ કુળદેવતા પાસે પુત્રની પ્રાર્થના એવી રીતે કરી કે:-“હે માતા ! તું મને પુત્ર આપીશ તો જયસુંદરીના પુત્રનું હું તને બલિદાન આપીશ.’ આ પ્રમાણે તેણે માનતા કરી. ભાગ્યયોગે બંને રાણુઓને સંપૂર્ણ લક્ષણવાળા બે પુત્રો થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust