________________ ૩ર૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પડીએ કે જેથી આપણે પણ આવા રૂપવંત મનુષ્ય થઈ જઈએ, આવી સ્ત્રી તું થા અને આ પુરૂષ હું થાઉં.” આ પ્રમાણે સાંભળીને વાનરી બેલી કે-“હે કાંત! એનું નામ પણ લેશે નહિ, કે જે પિતાની માતાને પત્નીની બુદ્ધિથી હરણ કરીને લાવે છે. એ પાપીના રૂપને તમે શા માટે ઈચ્છે છે?” આ પ્રમાણે વાનરીનું વચન સાંભળીને તે બંને વિસ્મય પામ્યા. કુમાર ચિંતવવા લાગ્યા કે-“મેં હરણ કરેલી આ મારી જનની શી રીતે થાય તે સમજાતું નથી, પરંતુ એને જોતાં મને માતૃબુદ્ધિ તે ઉત્પન્ન થાય છે. રાણીએ મનમાં વિચાર કર્યો કે-“આ મારા પુત્ર શી રીતે? એ સમજાતું નથી, પરંતુ એને જોતાં પિતાના પુત્રની જે મારા મનમાં નેહ ઉદભવે છે.” પછી કુમાર સાશંક થઈને આદરપૂર્વક વાનરીને પૂછવા લાગે કે–“હે ભદ્ર! તું જે વચન બેલી તે શું સત્ય છે?” તે બોલી કે એ સત્ય જ છે, જે સંદેહ હોય તે આ વનમાં જ્ઞાની મુનિ છે તેમને પૂછી જે.” એમ કહીને તે બંને અદશ્ય થઈ ગયા. પછી વિસ્મય પામતે કુમાર વનમાં જઈને તે મુનિને પૂછવા લાગે કે-“હે ભગવન્! વાનરીએ જે કહ્યું તે સત્ય છે?”મુનિ બોલ્યા કે-“હે ભદ્ર! તે બધું સત્ય છે. તેમાં અસત્ય જેવું બીલકુલ નથી. અત્યારે હું કર્મોને ક્ષય કરવા ઇયાનમાં સ્થિત છું, તેથી તને વધારે કહી શકતો નથી, પણ હેમપુરમાં કેવળી ભગવંત બીરાજે છે ત્યાં તું જા, તે તને બધું સ્પષ્ટ કહેશે. પછી મુનિને નમસ્કાર કરીને માતા સહિત કુમાર ઘરે ગયે. ત્યાં અત્યંત હર્ષિત થયેલા માતપિતાએ : કુમારને ખિન્ન થયેલ જે. પછી વિદ્યાધરી માતાને પગે લાગીને કુમારે તેને એકાંતમાં પૂછયું કે“હે માત ! સ્પષ્ટ કહે, મારી ખરી માતા અને ખરા પિતા કોણ છે?” તે બોલી કે–હે વત્સ! શું તને ખબર નથી ? કે હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમાર બોલ્યો કે–એ તે ઠીક, પણ હું પૂછું છું કે મને જન્મ આપનાર માતાપિતા કેણ છે?” એટલે તે બોલી કે- તેની મને ખબર નથી, તારા પિતા બધું જાણે માર વનમાં ગયા ભગવન કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust