________________ વનરાજ કથા. કું, તે કરતાં રૂ હલકું, તે કરતાં યાચક હલકે અને યાચક કરતાં પણ યાચનાના ભંગ કરનારને હલકામાં હલકો સમજવો.” આ સંબંધમાં એક પથિક ને સ્ત્રીને સંવાદ જાણવા જે છે. કોઈ પથિકે એક સ્ત્રીને કહ્યું કે– હે સુભગે ! મને પથિકને ભિક્ષા આપ.” તે સાંભળી પેલી સ્ત્રીએ તેને નિરાશાભર્યો જવાબ આપે. આથી તે બોલ્યો કે–“ શા માટે યાચનાને નિષ્ફળ કરે છે?” તે બોલી કે કેટલાક વખતથી અહીં સુવાવડ આવેલી છે. એટલે પથિક બોલે કે- ત્યારે તે એક માસ પછી શુદ્ધિ થશે.” સ્ત્રી બોલી કે- આવેલ બાળકના મરણ વિના . કદાપિ શુદ્ધિ થાય તેમ નથી.”પથિક બે કે–એ તે કે પુત્ર જન્મે છે?” તે બોલી કે અમારા ચિત્ત અને વિત્તનું હરણ કરનાર દારિદ્રય નામે પુત્ર અવતર્યો છે.” આ ઉત્તર મળતાં પથિકે રસ્તો પકડ્યો. એ દારિદ્રય તે દાનના શ્રેષરૂપ વૃક્ષનું ફળ છે. અહીં લેકથી નિષેધ કરાતો પેલે ભિક્ષુક ચિંતવવા લાગ્યું કે– “અહો ! કાગડે પણ પિંડને મેળવે છે, અને હું તો ભિક્ષુ થઈને ભિક્ષા માત્ર પણ મેળવી શકતો નથી. તેથી મારા પાપનું ફળ અત્યંત નિકૃષ્ટ છે. તે આવા કષ્ટથી જીવવું શું ? આવી રીતે જીવવા કરતાં તે મૃત્યુ શ્રેયસ્કર છે.” એમ ચિંતવત એકદા દૈવયોગે તે નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં પરમ શાંતરસમય, ધર્મમૂર્તિ અને મહાનુભાવ એવા એક મુનિને તેણે જોયા; એટલે તેમને ત્રણ પ્રદક્ષિણે દઈને સંસારના દુઃખથી ખિન્ન થયેલે તે તેમની સમીપે બેઠે. પછી મુનિરાજે દયા મનથી તેને ધર્મતત્ત્વને ઉપદેશ આપે, કારણ કે પરની આપત્તિ દેખીને સાધુઓને બહુ દયા આવે છે. મુનીંદ્ર તેને આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા:- અહો ! જ સમૃદ્ધ છતાં ત્રણે ભુવનમાં ભમે છે, પરંતુ ધર્મના અભિજ્ઞાન (નિશાની) રહિત હોવાથી તે કશું પામી શકતા નથી. જેમ બીજ વાવ્યા વિના ધાન્ય ની પ્રાપ્તિ થતી નથી તેમ ધર્મ વિના પુરૂષને ઈષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી. માટે બાલ્યાવસ્થામાં, દુઃખાવસ્થામાં કે નિર્ધનાવસ્થામાં 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust