________________ 328 શ્રી પાર્શ્વનાથ રાત્રિ-ભાષાંતર પર્યત તેં સપત્ની શુકીનું ઇંડું હરીને તેને વિયેગ આપે હતું, તેનું આ ફળ છે, જે જેને અલ્પ પણ સુખ કે દુઃખ આપે છે, તેનું ફળ તેને પરભવમાં ઘણું વિશેષ જોગવવું પડે છે. આ પ્રમાણે ગુરૂવચન સાંભળીને રતિસુંદરી પશ્ચાત્તાપપૂર્વક ઉઠીને જયસુંદરીને પગે પડી અને તેને ખમાવીને કહ્યું કે –“હે ભગિની ! મારો અપરાધ ક્ષમા કરજે.”એ વખતે અને તે બંને ખમવા નમાવવા લાગી. પછી રાજાએ પૂછયું કે–“હે ભગવન્! પૂર્વ ભવે શું સુકૃત કર્યું હતું કે જેથી મને રાજ્ય મળ્યું?” મુનિ બોલ્યા કે પૂર્વભવમાં તેં જિનબિંબની આગળ અક્ષતના ત્રણ પુંજ કયો હતા, તેનું દેવત્વ અને રાજ્યપ્રાપ્તિ એ પુષ્પરૂપ છે અને ત્રીજા ભવમાં મેક્ષ પામીશ–ને ફળ છે.” પછી હેમપ્રભ રાજાએ રતિસુંદરીના પુત્રને રાજ્ય આપીને જયસુંદરી અને તેના પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી; અને દુસ્તપ તપ તપીને તથા પ્રવ્રજ્યા પાળીને પ્રાંતે પુત્ર તથા કલત્ર સહિત અનશન કરી આયુ પૂર્ણ થતાં રાજા સાતમા મહા શુકદેવલોકમાં દેવાધિપ (ઈંદ્ર) થયે; જયસુંદરીને જીવ મહદ્ધિક દેવ થયે અને કુમારનો જીવ પણ ત્યાંજ દેવ થયે. ત્યાંથી વીને મનુષ્યત્વ પામી ત્રણે જીવો મેક્ષપદને પામશે. . ઈતિ અક્ષતપૂજોપરિ શુક-શુકી કથા. -~ ~હવે ભાવપૂજાના સંબંધમાં વનરાજનું દષ્ટાંત કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે - ભાવપૂજા ઉપર વનરાજ કથા. આ ભરતક્ષેત્રમાં દેવનગર સમાન ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. ત્યાં સ્ત્રી પુરૂષે દેવાંગના અને દેવે સમાન શોભે છે. ત્યાં અરિમદન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં રવજન અને ધનથી વર્જિત, નિત્ય આધ્યાનપરાયણ અને દારિદ્રયરૂપ કઈ કુલપુત્રક ભિક્ષુક થઈને ભિક્ષા માટે ઘરે ઘરે ભમતો હતો. આવું યાચકપણું એ પાપનું ફળ સમજવું. કહ્યું છે કે –“સર્વથી તૃણ હલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust