________________ 334 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ગણાય છે. કાગડા જેવી જંઘાથી દુઃખ, દીર્ધ જંઘાથી મેટી મુસાફરી, અશ્વના જેવી જંઘાથી બંધન અને મૃગના જેવી જંઘાથી રાજ્ય મળે છે. મૃગ અને વાધના જેવા ઉદરવાળે ભેગી, શ્વાન અને શગાલના જેવા ઉદરવાળો અધમ અને મંડૂકના જેવા ઉદરવાળો રાજા થાય છે. લાંબી બાહ હોય તે સ્વામી થાય છે અને ટૂંકી બાહુ હોય તે કિંકર થાય છે. સ્વચ્છ અને રક્ત નખ હોય, લાંબી આંગળીઓ હોય અને રક્ત હાથ હોય તે લક્ષ્મીને લાભ થાય છે. જેના હાથમાં શકિત, તેમ, દંડ, અસિ, ધનુષ્ય, ચક્ર અને ગદા જેવી રેખાઓ હેય તે રાજા થાય છે. જેના હાથ કે પગને તળીએ દેવજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પા વિગેરેની રેખા હેાય તે પુરૂષ ધનિક થાય છે. સ્વસ્તિક હોય તે જનસભાગ્ય, મીન હોય તે સર્વત્ર પૂજ્યતા, શ્રીવત્સ હોય તે વાંછિત લક્ષ્મી અને દામક હોય તો ચતુ. ૫દાદિથી યુક્ત થાય છે. કરભમાં જે રેખા હેય છે તે પુત્રસૂચક છે, અને કનિષ્ટાંગુળીની નીચેની રેખા કલત્રને સૂચવે છે. અંગુઠાના મૂળ માં રેખા હોય છે તે ભ્રાતૃભાંડને અર્થાત્ ભ્રાતૃવર્ગને સૂચવે છે. જેના અંગુઠાના મધ્યમાં જવ હોય તે પુરૂષ ઉત્તમ ભક્ષ્યનો ભેગી થાય છે અને અન્ય સુખ પણ મેળવે છે. હાથમાં રહેલી સ્કૂલ રેખાઓ દરિદ્રતાને અને સૂક્ષમ રેખાઓ લક્ષમીની પ્રાપ્તિને સૂચવે છે. ખંડિત યા ત્રુટિત રેખાઓ હોય તો તે આયુષ્યનો ક્ષય (અપતા) સૂચવે છે. જેને બત્રીશ દાંત પૂરેપૂરા હોય તે રાજા, એકત્રીશ હેાય તે ભેગી, ત્રીશ હોય તે સુખી અને તેથી ઓછા હોય તે દુઃખી થાય એમ સમજવું. પના પત્ર જેવી રક્ત, સૂક્ષમ અને સુશોભિત જીભ ઉત્તમ ગણાય છે. શુકના જેવી નાસિકાવાળો રાજા થાય છે અને હસ્વ નાકવાળો ધાર્મિક હોય છે. અર્ધ ચંદ્ર જેવું લલાટ હેય તે રાજા, ઉન્નત હોય તે ધામિક, વિશાળ હોય તે વિદ્યાવાન અથવા ભેગી અને વિષમ હોય તે દુઃખી થાય છે. રાજાનું મસ્તક છત્રાકાર, દુ:ખીનું લાંબું, અધમનું ઘટાકાર અને પાપીનું સ્થપુટ જેવું (બેસી ગયેલું) હોય છે. મૃદુ, શ્યામ, સ્નિગ્ધ અને સૂક્ષમ વાળ હોય તે રાજ થાય છે અને સ્ફટિક (ધળા), કપિલ, સ્થલ અને રૂક્ષ કેશ હોય તે દુઃખી થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust