________________ ગુરૂભક્તિ ઉપર લિલ કથા. 341 વિચાર કરતે એ તે આવશ્યકાદિ ક્રિયા કરવા લાગ્યું અને પ્રાંતે ચારિત્ર ગ્રહણ કરી નિરતિચાર પાળીને પરમપદને પામ્યો. ઇતિ વનરાજ કથા. આ પ્રમાણે અનેક ભવ્ય જીવે જિનપૂજાથી પૂજ્યતા અને પરમપદને પામ્યા છે, માટે જેઓ સર્વથા જિનાર્ચનમાં તત્પર રહે છે તેમને ધન્ય છે. વળી માટે આડંબર કરવાથી શું ? સર્વથા સર્વત્ર ભાવજ પ્રધાન છે. ' હવે ગુરૂભક્તિને અંગે ઉપદેશ આપે છે. તે સંબંધમાં શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે –“સુગતિના માર્ગમાં પ્રદીપ સમાન એવા જ્ઞાનદાતા સુગુરૂને શું અદેય હોય ? જુઓ ! તે ભિલ્લે શિવને પિતાની ચક્ષુ આપી.” તે દષ્ટાંત આ પ્રમાણે છે - * એક અટવીની ગિરિગુફામાં એક મહટે પ્રાસાદ હતા. ત્યાં શિવની અધિષ્ઠાયિક પ્રતિમા હતી. તેને પોતાનું સર્વસ્વ માનીને કઈ ધાર્મિક વિપ્ર દૂરથી આવી દરરેજ તેની સેવા કરતે હતો. સ્વચ્છ જળથી પ્રથમ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સુગંધી પુષ્પથી પૂજન કરી, આગળ બળિ ધરી, પ્રધાન ધૂપ ઉખેવી, સ્તવના કરીને મસ્તક પર અંજલિ જેડી તે હમેશાં આ પ્રમાણે કહેતો કે - " त्वयि तुष्टे मम स्वामिन् , संपत्स्यतेऽखिलाः श्रियः। त्वमेव शरणं मेऽस्तु, प्रसीद परमेश्वर // " “હે સ્વામિન ! તમે સંતુષ્ટ (પ્રસન્ન) થતાં અને સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થશે. તમેજ મારાં શરણ છે; માટે હે પરમેશ્વર! મારા પર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે સદા વિજ્ઞપ્તિ કરીને તે પોતાના ઘરે જતો. એકદા પિતાની પૂજા અસ્તવ્યસ્ત થયેલી જોઈને તેનું કારણ જાણવા માટે તે પૂજન કરીને એકાંતમાં બેસી ગયે. એવામાં એક ભીલ ડાબા હાથમાં ધનુષ્યબાણ તથા જમણા હાથમાં પુષ્પ લઈ, મુખમાં જળ લઈ, ત્યાં આવી શિવની પૂર્વની પૂજાને પોતાના પગથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust