________________ ૩૪ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ના એક વર્ણન કરતમાં છે? દૂર કરી, મુખમાં રહેલ જળથી છંટકાવ અને પુપૂજા કરીને નમ્યું; એટલે શિવ તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી ભીલ ચાલ્યો ગયે. એટલે તે ધાર્મિક બ્રાહ્મણ અંતરમાં ખેદ પામ્ય અને કેપથી શિવને ઉપાલંભ દેવા લાગ્યું કે:-“આહ શિવ! જે આ ભીલતેજ તું જણાય છે, અશુચિ શરીરથી તે અધમે પૂજા કરી, છતાં તેની સાથે તું વાર્તાલાપ કરે છે, અને મને તે સ્વપ્નમાં પણ દર્શન દેતો નથી.”શિવ બોલ્યા કે –“કેપ ન કર, તેનું કારણ તું સ્વયમેવ જાણી શકીશ.” હવે તે વાતને આઠ દિવસ થઈ ગયા પછી એક દિવસ પેલા ધાર્મિક બ્રાહ્મણે શિવની એક ચક્ષુ છે, એટલે તે શેચ કરવા લાગ્યો કે:-“અહો ! શિવનું બીજું સ્વર્ગનેત્ર ક્યાં ગયું? કઈ ટુટે તેનું હરણ કર્યું લાગે છે.” એમ ખેદ કરીને તે એકાંતમાં બેસી રહ્યો. એવામાં ભીલ આવ્યો અને શિવને તથાવિધ જોઈને તેણે ત૨. તજ પિતાની આંખ કહાડીને શિવને ચડાવી. એટલે શિવ બોલ્યા કે –“હે સાત્વિક ! વર માગ.” ભીલ છે કે –“હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી મારે બધું છે.” એટલે પુન: શિવ બોલ્યા કે:-“હે સાવિક ! મારે તારું સત્ત્વજ જેવું હતું તે જોયું.” એમ કહી પિતાનું પૂર્વ નેત્ર પ્રગટ કર્યું અને તેનું નેત્ર પાછું આપ્યું–અસલ પ્રમાણે કરી દીધું. પછી ભીલ નમસ્કાર કરીને ચાલ્યો. એટલે શિવે ધાર્મિક વિપ્રને કહ્યું કે –“તેં જોયું? અમે દેવે તે ભાવથી સંતુષ્ટ થઈએ છીએ. બાહ્ય ભક્તિમાત્રથી સંતુષ્ટ થતા નથી.” પછી ધામિક વિપ્ર પણ નમસ્કાર કરીને ચાલ્યા ગયે.. - ઈતિ ગુરૂભક્તિ ઉપર ભિલ કથા. માટે હે ભવ્ય ! ધર્મમાં પણ ભાવથીજ સિદ્ધિ થાય છે. એમ જાણુને શ્રી જિનધર્મના આરાધનમાં ભાવપૂર્વક ઉદ્યમ કર.” ઈત્યાદિ દેશના આપીને ગણધર વિરામ પામ્યા, એટલે સર્વ લોકે પાર્શ્વપ્રભુને નમસ્કાર કરીને પિતાપિતાને સ્થાને ગયા. પછી ધરણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust