________________ 340 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આ શું થયું ? તારે માટે આ બધું મેં કર્યું, પણ તે તે બધું મને જ નડ્યું.' ઇત્યાદિ બહુ વિલાપ કરી કુમારને અગ્નિસંસ્કાર દઈ રાજાએ વનરાજને કહ્યું કે:-“હે વત્સ! તારું ભાગ્ય વજસમાન કઠીન છે. મારા પુરે હિતનું કથન બધું સત્ય થયું. તું પૂરેપૂરો ભાગ્યવંત છે.” પછી તેના જન્મદિવસથી માંડીને બધે વૃત્તાંત રાજાએ વનરાજને કહી સંભળાવ્યો અને કહ્યું - મારો અપરાધ ક્ષમા કર અને આ રાજ્ય તું ગ્રહણ કર, તારા ભાગ્યે જ તને રાજ્ય આપ્યું છે. હું તે હવે દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહી શુભ અવસરે રાજાએ વનરાજને પોતાના સિંહાસન પર બેસારી રાજ્ય આપીને પતે વનમાં જઈ દીક્ષા અંગીકાર કરી. પછી વનરાજ ભૂપાળ સૂર્યના જેવા પ્રતાપથી અને શોભા પામતા ન્યાયથી પ્રજાને અને રાજ્યને પાળવા લાગે. એકદા નંદન ઉદ્યાનમાં ચાર જ્ઞાનધારી નંદનાચાર્ય પધાર્યા. એટલે રાજા પરિવારસહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં મુનીશ્વરને વંદન કરી ઉચિતાસને બેસી તેમને ઉપદેશ સાંભળીને રાજાએ પિ. તાને પૂર્વ ભવ પૂછો :-“હે ભગવન્! પૂર્વ ભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી આવું અદ્દભુત રાજ્ય હું પામ્યો !" એટલે જ્ઞાનાતિશયસંપન્ન મુનિ મધુર ઇવનિથી કહેવા લાગ્યા કે:-“હે રાજન ! પૂર્વ ભવમાં તે શ્રદ્ધા અને ભાવપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરી હતી, તેથી તું પ્રાજ્ય રાજ્ય પામ્યું. અને સ્તુતિમાત્રથી મને લાભ થશે કે નહિ?” એ મનમાં સંદેહ કર્યો હતો, તેથી આંતરે આંતરે સુખ પાપે. વળી અંતકાળે તેં વિચાર્યું હતું કે-“સુકુળથી શું? ભાગ્યેજ અધિક છે. તેથી તું દાસીને પુત્ર થયે.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી જાતિસમરણ ઉત્પન્ન થતાં પૂર્વ ભવ સંભારીને તે સદસ્થાનમાં તત્પર થયે અને ઘરે જઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યું. તેણે અનેક જિનચૈત્ય અને જિનબિંબ કરાવ્યા તથા મનેહર નવા નવા કાવ્ય અને છંદથી તે વિવિધ અષ્ટપ્રકારી પૂજા સાથે વિશેષે ભાવપૂજા કરવા લાગ્યું અને કરાવવા લાગ્યું. અંતરમાં તવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust