________________ વનરાજ કથા. કેટલાક દિવસો પછી રાજા નગરમાં આવ્યું, એટલે કુમારે વિષાના વિવાહ મહોત્સવની વાત કહી. તે સાંભળી વનરાજને વિષા સાથે વિવાહ થયેલે જાણીને રાજાએ વિચાર કર્યો કે:-“અરે દેવ! આ તેં શું કર્યું? આ પ્રમાણે મારવા જતાં પણ એતો ઉલટે ઉન્નતિ પામતો જાય છે, પણ વૃથા દેવને ઉપાલંભ દેવાથી શું? ફરીને પણ પ્રતીકાર કર.” એમ વિચારીને રાજાએ પુત્રને કહ્યું કે–બહુ સારું કર્યું. હવે વનરાજ પિતાની કાંતાની સાથે સુખ ભોગવે છે અને રાજા તેને મારવાને માટે વારંવાર પ્રયત્નચિતવે છે. એકદા પિતાના ખાનગી બે માતંગને એકાંતમાં બોલાવીને રાજાએ કહ્યું કે;–“આજે મધ્યરાત્રે નગરના દ્વાર આગળ રહેલી કુળદેવીની પૂજા કરવા જે રામગ્રી સહિત આવે, તેને તમારે અવશ્ય મારી નાખ.” એમ કહી તેમને રજા આપીને વનરાજને સંધ્યા વખતે એકાંતમાં લાવી રાજાએ કહ્યું કે –“હે વત્સ! તું જ્યારે સંગ્રામ કરવા ચાલ્યા, ત્યારે મેં દ્વારવાસિની દેવીની પૂજા માની છે, માટે આજે મધ્યરાત્રે તે દેવીની પૂજા કરવા તારે જવું, કે જેથી હું અણુરહિત થાઉં.” રાજાના કહેવાથી વનરાજ મધ્યરાત્રે દીપ અને પૂજાની સામગ્રી લઈને ચાલ્યો. એવામાં પિતાના આવાસની અટારીમાં બેઠેલા નૃસિંહકુમારે તેને જે, અને ઓળખે. એટલે નીચે ઉતરીને તેણે વનરાજને પૂછયું કે --“આ શું ? અત્યારે એકલા કયાં જાઓ છે ?" તેણે સત્ય વાત કહી, એટલે કુમારે તેના હાથમાંથી દીપ તથા અર્ચન-સામગ્રી લઈ લીધી અને બોલ્યો કે - “તમે ઘરે જાઓ, હું દેવીના મંદિરમાં પૂજા કરવા જઈશ.” એમ કહીને વનરાજને પાછું વાળે અને રાજપુત્ર એકાગ્ર મનથી ત્યાં જવા ચાલ્યા. તે દરવાજા નજીક પહોંચ્યા, એટલામાં રાજાએ મોકલેલા પેલા બે માતાએ તરવારથી કુમારને મારી ના એટલે કલકલારવ થઈ ગયે. તે જોઈને કેટલાક માણસેએ તરતજ રાજાને વિવેદન કર્યું. રાજા ચિત્તમાં સંતુષ્ટ થઈને “શું છે? એમ બોલતો ત્યાં જેવાને આવ્યા. એવામાં તે ત્યાં પોતાના પુત્રને પડે છે એટલે રાજ વિલાપ કરવા લાગ્યા કે - “હા વત્સ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust