________________ 332 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મુખ જઈને અને તે વનને પણ તરતમાંજ પ્રફુલ્લિત થઈ ગયેલું જોઈને ચંડ મનમાં મુદિત થઈ વિચારવા લાગે કે -" અહે! આવા પરવશપણાને ધિક્કાર થાઓ કે જેથી આવા સુંદર બાળકને નિર્દય રીતે કઠોર ચિત્તવાળા થઈને માર પડે છે. આ બાળક કઈ ભાગ્યવંત જણાય છે અને રાજાની આજ્ઞા દારૂણ છે. પરંતુ જે થવાનું હોય તે થાઓ, આવા દેવસમાન બાળકને હું તે મારવાનો નથી.” ચંડ કઠિન હૃદયવાળો છતાં તે વખતે આદ્ર મનવાળે થઈ ગં. પછી ચંડ બે કે-“હે વનદેવતાઓ ! તમે આને સહાય કરજે.” એમ કહીને તે બાળકને વૃક્ષ નીચે મૂકીને ત્યાંથી તે ચાલતો થયે. જતાં જતાં પણ મુખ ફેરવીને વારંવાર તે બાળક ભણી જોતો એવો ચંડ નગરમાં ગયા અને રાજાની પાસે જઈને તે બોલ્યો કે - હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે મેં કર્યું. તે સાંભળીને રાજાએ તેને પ્રસાદદાન આપ્યું. - હવે સૂર્યોદય થતાં ભયંકર અંધકાર દૂર ગયે અને કમળે વિકસ્વર થયા એટલે પેલા બગીચાવાળે માળી તે બગીચામાં આવ્યું. ત્યાં તે વનને પત્ર, પુષ્પ અને ફળ સહિત જોઈને તે આશ્ચર્ય પા. તે વિચારવા લાગ્યો કે-આ શું ? આ વન તે તદન શુષ્ક હતું અને અત્યારે તે નવપલ્લવિત થયેલું જણાય છે, તેનું કારણ શું ?" એમ ચિંતવીને વધારે તપાસ કરતાં પેલો શુષ્ક કુવે પણ જળસહિત જોવામાં આવ્યું. પછી તે આગળ ચાલ્ય, તેવામાં તેણે વૃક્ષનીચે પેલા દેદીપ્યમાન બાળકને દીઠે. ચળકતી કાંતિવાળા તથા વિકસિત મુખકમળવાળા તે બાળકને જોઈને માળી વિચારવા લાગ્યું કે–અહો ! ખરેખર આ બાળકના પ્રભાવથીજ અકસમાત્ આ મારૂં ઉપવન નવપલ્લવિત થયું જણાય છે, અને મારા ભાગ્યદયથી વનદેવતાઓએ સંતુષ્ટ થઈને અપુત્રીયા એવા મને સર્વલક્ષણસંપન્ન આ પુત્ર આ જણાય છે, માટે તેને લઈને મારી સ્ત્રીને સેંપું.” એમ નિશ્ચય કરી બંને હાથવડે તેને ગ્રહણ કરી હર્ષથી કુલાતે તે માળી ઘરે જઈને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે- હે પ્રિયે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust