________________ 330 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પણ શ્રદ્ધાપૂર્વક માત્ર દેવદર્શન કરવા જેટલે પણ ધર્મ નિરંતર કરે.” આ પ્રમાણે સાંભળીને તે દરિદ્ર પુરૂષ અત્યંત ગદગદ સ્વરે હસ્ત જેડીને મુનિને કહેવા લાગ્યો કે-“હે ભગવાન ! હું અનાથ છું, શરણ રહિત છું અને બંધુ સહિત છું, તમેજ મારા શરણ છે. આ ભવમાં મને મધુર વાણીથી કેઈએ બોલાવેલ નથી. હે સ્વામિન ! હું સર્વત્ર આશજ પામ્યો છું, નિરાધાર એવા મેં અત્યારે નાવ સમાન આપને મેળવ્યા છે, તો હવે પ્રસાદ કરીને કહે કે–દેવ કે? અને તેના દર્શનથી શું ફળ થાય ? તેમજ તેનું દર્શન કેમ થાય? તે બધું અ૫ અક્ષરમાં કહો.” એટલે મુનિ બેલ્યા કે-“હે ભદ્ર! સાંભળ. પદ્માસને બિરાજમાન અને શાંતમૂત્તિ જિનેશ્વર તે દેવ, તેના મંદિરમાં જઈને ભૂતલ પર મસ્તક રાખી અંજલિ જેડી પ્રણામ કરીને આ પ્રમાણે કહેવું. નિર્વસંમોહ સર્વજ્ઞ, રથાદિથશા त्रैलोक्यमाहित स्वामिन् , वीतराग नमोस्तु ते" || “મેહને ય કરનાર, સર્વજ્ઞ, યથાવસ્થિત વસ્તુના પ્રકાશક, ત્રિભુવનપૂજિત અને વીતરાગ એવા હે સ્વામિન ! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણેનાં મુનિરાજનાં વચન સાંભળી “આપનું વચન મને પ્રમાણ છે” એમ કહી તે ભિક્ષુક નગરના મુખ્ય ચૈત્યમાં જઈ જિનેશ્વરને જોઈને ઉક્ત રીતે નમસ્કાર કરી પેલે લોક કહેવા લાગ્યું. પછી બીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યો. પછી ત્રીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યું અને ભિક્ષામાં જે મળે તેથી સંતોષ માનવા લાગે. કેઈ વખત તેના મનમાં આ પ્રમાણે વિકલ્પ થતો હતો કે - આવી રીતે નમસ્કાર કરવા માત્રથી મને તેનું ફળ મળશે કે નહિ?” વળી પાછું વિચારતો કે “આવા ચિંતવનને પણ ધિક્કાર થાઓ, નમસ્કાર માત્રથી મારી સર્વાર્થસિદ્ધિ થશે.” આ પ્રમાણે શ્રદ્ધાને દઢ કરતાં પ્રાંત સમયે તેને રાજ્યપ્રાપ્તિની ઈચ્છા થઈ. તે સાથે તે એમ ચિંતવવા લાગ્યું કે:-“ઉત્તમ કુળથી શું? નીચ કુળમાં જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust