________________ વનરાજ કથા. 335 ઇત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં જે શુભ લક્ષણે કહ્યા છે, તે બધા આ બાળકમાં દેખાય છે. માટે એ બાળક તમારું રાજ્ય અવશ્ય ગ્રહણ કરશે.” આ પ્રમાણેનાં પુરેહિતનાં વચન સાંભળીને રાજા અમાવાસ્યાના ચંદ્રની જેવો ક્ષીણ થઈ ગયે. પછી સભા વિસર્જન કરી અને એકાંતમાં ચંડને બોલાવીને રાજાએ પૂછયું કે–“હે ચંડ! સાચું બોલ, તે તે બાળકને માર્યો હતો કે નહિ?” તેણે સત્ય કહ્યું, એટલે રાજા તેને મરાવી નાખવા ઉત્સુક થયા. પછી સાંજે રાજાએ ભીમસેન નામના સેવકને બોલાવીને તે બાળકના વધને આદેશ કર્યો, એટલે તે રમત કરતાં બાળકને છેતરીને વધ કરવા લઈ ગયે. સંધ્યા વખતે અશ્વપર ચડીને નગરની બહાર જતાં ભીમસેનને બાળકે પૂછ્યું કે –“હે તાત! તું મને કયાં લઈ જાય છે?” આવું મૃદુ તે બાલકનું વચન સાંભળતાં તેનું મન કમળ થઈ ગયું અને મુછના વાળને કરાંગુળીથી સ્પર્શ કરતા તે બાળકને પુત્ર સમાન જાણીને ભીમસેનનું શરીર રોમાંચિત થઈ ગયું. તેથી ભીમસેન બે કે“હે વત્સ! જ્યાં તને ગમશે ત્યાં તને લઈ જઈશ.” એમ કહી તેને સંતોષ પમાડીને તે એક ભયંકર અટવીમાં ગયે. ત્યાં અતિ ભીષણ વનમાં તે બાળકને આશ્વાસન આપતાં એક દિવ્ય યક્ષનું મંદિર તેના જેવામાં આવ્યું, એટલે અશ્વપરથી નીચે ઉતરી યક્ષભવનમાં ગયે, અને સુંદર નામના યક્ષની મૂર્તિ આગળ જઈ તે આ પ્રમાણે બે કે –“હે યક્ષરાજ ! આ બાળક તમારે શરણે છે. આ પ્રમાણે કહી તે બાળકને યક્ષના ઉસંગમાં મૂકીને ભીમસેન પિતાને ઘરે ચાલ્યા ગયે. તેના ગયા પછી બાળક યક્ષને ઉદ્દેશીને બે કે... “હે તાત ! મને ક્ષુધા લાગી છે, માટે મેદક આપે.” આવી રીતે નેહમય કેમળ વાક્ય બોલતે તે બાળક યક્ષના પેટ પર હાથ ફેરવવા લાગે એટલે યક્ષમુક્તિ પાષાણમય છતાં તેના વચનથી તે યક્ષ સંતુષ્ટ થયે; અને તેણે બાળકને સ્વાદિષ્ટ, સુંદર, અને શ્રેષ્ઠ મેદક ખાવા આપ્યા. હવે એ અવસરે તે યક્ષના ભવનની નજીકમાં કઈ કેશવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust