________________ 336. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મારા ઉ પર બળા પહ નથી, તેથી એકલો છે, નામને સાર્થવાહ પડાવ નાખીને રહ્યો હતો. તેના બળદો ખોવાઈ ગયેલ હોવાથી તેની ચિંતાને લીધે તે અર્ધ જાગ્રત સ્થિતિમાં સુતો હતું. તેને યક્ષે કહ્યું કે –“તું ગભરાઈશ નહિ, તારા બળદે પ્રભાતે સ્વયમેવ આવશે. બીજું સાંભળ-મારા ઉત્સંગમાં વનરાજ નામને એક બાળક બેઠેલે છે, તેને પ્રભાતે તારે લઈ જા. તારે પુત્ર નથી, તેથી હું તને એ પુત્ર આપું છું.” આ પ્રમાણે સાંભળીને સાથેવાહ વિસ્મય પામ્યો. પ્રભાતે યક્ષના મંદિરમાં જઈ સ્તુતિ કરી યક્ષના ઉલ્લંગમાં રહેલા પેલા બાળકને લઈ હર્ષિત થઈને તેણે પોતાની પ્રિયાને અર્પણ કર્યો. પછી ત્યાંથી પ્રયાણ કરી ઘરે જઈને તે બાળકને તેણે એક વિપ્ર પાસે ભણવા મૂકો. એટલે શાસ્ત્ર અભ્યાસ કરીને તે પ્રવિણ થયા. અનુક્રમે તે સેળ વરસનો થયે. એકદા તે સાર્થવાહ વેપાર નિમિત્તે ફરતે ફરતો વનરાજ સહિત ક્ષતિપ્રતિષ્ઠિત નગરે આવ્યું. ત્યાં સારા સ્થાને સાર્થને રાખીને પિતે વનરાજ સહિત ભેટ લઈને રાજાને મળવા ગયે. ત્યાં રાજાની આગળ ભેટશું મૂકીને તે ઉભે રહ્યો. એટલે રાજાએ તેને સમાન આપ્યું, તેથી સાર્થવાહ આસન પર બેઠે, પણ વનરાજ તે રાજાને જેતે જોતો ઉભેજ રહ્યો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે દેવ જેવા તે કુમારને જોઈને અંતરમાં બરાબર વિચાર કરી પૂર્વલી રીતે જ નખનું આટન કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. પુરહિત બોલ્યો કે-“હે રાજેદ્ર! તેનું કારણ તમને એકાંતમાં કહીશ.” રાજા ક્ષણવાર વિલંબ કરીને તેને એકાંતે લઈ ગયે, કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું કે -આકૃતિથી એમ જણાય છે કે આ કુમાર તમારું રાજ્ય ગ્રહણ કરશે.” રાજા અતિ વિસ્મય પામીને ચિંતવવા લાગ્યું કે-“અરે! આ તેજ પાપી જણાય છે, શું આ તે દેવ છે કે વિદ્યાધર છે? કે જેને સેવકના હાથથી બબેવાર ઘાત કરાવ્યા છતાં હજી જીવતે છે, પણ હવે વિકલ્પ કરવાથી શું ? હજી પણ તેને ઉપાય કરે. કારણ કે તૃતીય ઉડ્ડયનથી મયૂર પણ ગ્રહણ . 1 ત્રીજીવાર ઉડાડવાથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust