________________ વનરાજ કથા, 33. પામીને પણ જે ભાગ્યાધિક રાજ્ય મળે તે વધારે સારૂં.” આ પ્રમાણે ચિંતવ અને વારંવાર વીતરાગસ્તુતિને કલેક બેલતે મરણ પામીને તેં ભિક્ષુક તેજ નગરના રાજાના પુરહિતની દાસીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. ગર્ભસ્થિતિ સંપૂર્ણ થયે તે જન્મ પામ્યું એટલે રાજસભામાં બેઠેલા પુરોહિતની આગળ જઈને કેઈએ તેને જન્મ નિવેદન કર્યો. તે વખતે તેણે લગ્ન જોયું તે લગ્નના સ્વામીયુક્ત, શુભ ગ્રહથી અવલંકિત, શુભ ગ્રહના બળથી સંયુક્ત અને ત્રણ ઉચ્ચ ગ્રહવાળું સુંદર લગ્ન તેના જેવામાં આવ્યું તેથી પુરેહિત ચમત્કાર પામ્ય અને મસ્તક ધૂણાવતાં તેણે નખટન કર્યું. એટલે રાજાએ પૂછયું કે–કે લગ્નયોગ છે?” પુરોહિતે કહ્યું કે-“હે રાજેદ્ર! એકાંતે કહીશ.” પછી પ્રસંગ આવતાં તેણે કહ્યું કે-“હે સ્વામિન્ ! મારે ઘરે દાસીને અત્યારે જે પુત્ર અવતર્યો છે તે અત્યારના લગથી તમારું રાજ્ય ગ્રહણ કરશે. તે સાંભળીને રાજા વાહત જે થઈ ગયે. તેણે શંકાકુળ થઈને સભા વિસર્જન કરી. પછી આસનથી ઉઠી વાસભવનમાં જઈને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યું કે –“અહા ! આ કેવું અસંભાવ્ય? મારો પુત્ર વિદ્યમાન છતાં મારું રાજ્ય શું આ દાસીને પુત્ર લેશે? માટે વ્યાધિ ઉત્પન્ન થતાં જ તેને છેદ સારે. આગ લાગે ત્યારે કુવો ખોદવાને ઉદ્યમ કરવો તે શા કામનો?” એમ વિચારી રાજાએ ચંડ નામના સેવકને બોલાવીને આદેશ કર્યો કે“અરે ચંડ! તું મારું કાર્ય કરવાને સમર્થ છે, માટે સાંભળ-મારા પુરોહિતની દાસીને જે પુત્ર અવતર્યો છે, તેને છાની રીતે નગર બહાર લઈ જઈને મારી નાખ.”તે બોલ્યો કે- આપનો આદેશ પ્રમાણે છે.” આ પ્રમાણે કહીને તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી સંધ્યા વખતે બાળકને એકાકી જોઈને તેણે ઉપાડ્યો અને નગરની બહાર લઈ જઈ એક જીર્ણ અને શુષ્ક એવા મેટા બગીચામાં રહેલા એક કુવાની સમીપે સહકારવૃક્ષની નીચે બેસી વસ્ત્ર ઉતારીને ચંડ પેલા બાળકને જેવા લાગે એટલે ચંદ્રની પ્રભા સમાન ઉજવળ તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust