________________ 34 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . એટલે રતિસુંદરી સંતુષ્ટ થઈને ચિંતવવા લાગી કે-“મને દેવીએ પુત્ર આપે છે તે હવે જયસુંદરીના પુત્રનું બલિદાન આપવું જોઈએ, તેનું શીરીતે કરવું ?" એમ ચિંતવતાં તેને એક ઉપાય સૂજે કે રાજાની પાસે અનામત રાખેલ વર માગું, અને તે વરવડે રાજા પાસેથી રાજ્ય મારા સ્વાધીનમાં લઈને પછી મારૂં સમી. હિત કરૂં.” આ નિશ્ચય કરીને તે રાજા પાસે આવી બેલી કે– “હે નાથ ! પૂર્વે કબુલ કરેલ વરદાન હવે મને આપો.” એટલે રાજાએ કહ્યું કે–“હે દેવી! જે તને અભીષ્ટ હોય તે માગી લે.” રાણું બોલી– એમ હોય તો પાંચ દિવસ અને રાજ્ય આપ.” રાજા બોલ્યા કે—બહુ સારૂં, મેં તને પાંચ દિવસ રાજ્ય આપ્યું.” પછી મહાપ્રસાદ” એમ બોલીને તેણે રાજ્ય સ્વાધીનમાં લઈ તેને મહોત્સવ કર્યો. પછી શુભ અવસરે પ્રભાતે રૂદન કરતી જ્યસુંદરીની પાસેથી તેના પુત્રને જબરજસ્તીથી મંગાવ્યું, અને તેને સ્નાન અર્ચન કરી ચંદન, પુષ્પ અને અક્ષત ચડાવી એક સુંડલામાં મૂકાવીને તે દાસીના મસ્તક પર ઉપડા; અને વાજીત્રના નાદ તથા સ્ત્રીઓના ગીતગાન સાથે તે રાણી પરિવાર સહિત ઉદ્યાનમાં દેવીના ભવન તરફ તેનું બલિદાન દેવા ચાલી. એ અવસરે કાંચનપુરનો સ્વામી સૂર નામને વિદ્યાધરને રાજા આકાશમાર્ગે જતો હતો. તેણે સૂર્ય જેવા તેજસ્વી તે બાળકને જોઈને ત્યાં અન્ય મૃત બાળક મૂકી તે બાળક લઈ લીધો. પછી વિમાનમાં સુતેલી પોતાની સ્ત્રીની પાસે તે બાળકને મૂકીને વિદ્યાધર કમળ સ્વરથી કામિનીને કહેવા લાગ્યું કે હે પ્રિયે ! સત્વર ઉઠ અને જે તને બાળક અવતર્યું છે.” એટલે તે ખેદસહિત બેલી કે“હે સ્વામિન ! તમે મારી મશ્કરી શું કરે છે? દુષ્ટ દેવે તે મારી મશ્કરી કરેલી જ છે કે જેથી હું વધ્યા રહી છું અને પુત્રને પ્રસવતી નથી.” તે સાંભળી રાજા વધારે હસીને બેયે કે-“તું પતે તારી પડખે સુતેલા રત્નસમાન બાળકને જે, પુત્રરહિત એવા આપણે એજ પુત્ર છે.” પછી રાણીએ તે બાળકને જોયું અને તેને પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust