________________ 322 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર માટે આયુર્વેદવિશારદ ઘણું વૈો આવ્યા, અને વિવિધ શાસ્ત્રો તપાસી રાજાની શરીરચેષ્ટાનું નિરીક્ષણ કર્યું, અને નાડી જોઈ મૂત્રપરીક્ષા પણ કરી. પછી તેમણે વિવિધ ઉપાય કર્યો. પછી મંત્રવાદીઓને બોલાવી મંત્રતંત્રાદિ કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. વિવિધ ગ્રહપૂજા કરી અને તગ્નિમિત્તે દાન દીધાં, પણ કઈ રીતે રાજાને સમાધિ ન થઈ, એટલે વૈદ્ય વિગેરે બધા સ્વસ્થાને ચાલ્યા ગયા. પછી સ્થાને સ્થાને દેવપૂજા અને યક્ષ, રાક્ષસે વિગેરેની માનતા કરવામાં આવી. એકદા રાત્રે કેઈ રાક્ષસ પ્રગટ થઈને રાજાને કહેવા લાગ્યું કે– હે રાજન ! જે તારી કોઈ સ્ત્રી પોતાના દેહનું તારાપર અવતારણ કરીને અગ્નિમાં પડે, તે તારૂં જીવિત કાયમ રહે-અન્યથા નહિ રહે.” એમ કહીને રાક્ષસ ચાલે ગયે. એટલે રાજા વિસ્મય પામીને મનમાં ચિંતવવા લાગ્યો કે–“આ ઇંદ્રજાળ છે કે સત્ય છે?” એમ વિક૫ કરતાં તેણે આખી રાત ગાળી. પ્રભાતે ઉદયાચલના શિખર પર દિવાકર આવ્યું અને ઉધોત થયે, એટલે રાજાએ રાત્રિને વૃત્તાંત પ્રધાનને કહી સંભળાવ્યું. તે સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિનજીવિતને માટે એમ પણ કરી શકાય.” રાજા બે કે–‘ઉત્તમ જને પરપ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરતા નથી, માટે જે થવાનું હોય તે થાઓ, હું તેમ કરવા ઈ છતો નથી.” તે પણ અમાત્યે રાજાની મરજી નહીં છતાં સમસ્ત રાણુઓને એકત્ર કરી રાત્રે રાક્ષસે કહેલો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી પિતાના જીવિતના લાભથી બધી રાણીઓ નીચું મુખ કરી બેસી રહી, કઈ કાંઈ ઉત્તર આપી શકી નહિ. એ વખતે વદનને વિકસિત અને મનને હર્ષથી પ્રપુલ્લિત કરી રતિસુંદરી ઉભી થઈને બોલી કે–“જે મારા જીવિતથી રાજાજી જીવતા હોય, તો બહુ શ્રેષ્ઠ વાત છે, હું એ કાર્ય કરવા તૈયાર છું.” એમ સાંભળી પ્રધાને મહેલના ગવાક્ષ નીચે એક મોટે કુંડ કરાવી તેમાં ચંદનાગરૂના કાઠે પૂરાવ્યાં. પછી તે રાણું નાન વિલેપન કરી પવિત્ર વસ્ત્ર પહેરી પિતાના ભત્તરને નમસ્કાર કરીને કહેવા લાગી કે –“હે નાથ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust