________________ શુ-શુકી કથા. ૩ર. અનંતસુખના નિધાન ! હે જ્ઞાનના મહાસાગર! તમે જયવંત વત્તે.” આ પ્રમાણે ઉદાર સ્તુતિ અને વંદના કરી તે મુનિ શુદ્ધ ભૂમિપર પ્રમાર્જન કરીને બેઠા. તે વખતે રાજા પણ શુદ્ધ ભાવથી જિનેશ્વરને પૂજી અને મુનિને વંદના કરી તેમની પાસે બેસીને પૂછવા લાગ્યા કે-“હે ભગવદ્ ! પૂજાનું ફળ પ્રકાશ,” એટલે મુનિ બોલ્યા કે હે રાજન્ ! જિનેશ્વરની આગળ અખંડ અક્ષતના ત્રણ પુંજ કરતાં અક્ષત સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનું મુનિનું વચન સાંભળીને અનેક મનુષ્ય અક્ષતપૂજામાં તત્પર થયા. તે અક્ષતપૂજાનું ફળ સાંભળીને શુકી શુકને કહેવા લાગી કે - આપણે પણ અક્ષતના ત્રણ પુંજથી જિનેશ્વરની હમેશા પૂજા કરીએ, કે જેથી આ૫ કાળમાં સિદ્ધિસુખને પામીએ.” શુકે તે વાત સ્વીકારી, એટલે તે બંને જિનેશ્વરની આગળ અક્ષતના ત્રણ પુંજ દરરોજ કરવા લાગ્યા અને તે પ્રમાણે તેમણે પોતાના અપત્ય–યુગલને પણ શીખવ્યું. એટલે તે ચારે પક્ષીઓ પ્રતિદિન જિનેશ્વર આગળ શુદ્ધ ભાવથી અક્ષતપૂજા કરવા લાગ્યા. અનુક્રમે આયુ પૂર્ણ કરીને તે ચારે જીવો દેવલોકમાં ગયા. - દેવલોકમાં સ્વર્ગસુખ ભોગવી શુકને જીવ ત્યાંથી અવીને હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયો; અને શુકીને જીવ તેજ રાજાની જયસુંદરી નામે ભાર્યા થઈ. બીજી શુકી પણ સંસારમાં ભમીને તેજ હેમપ્રભ રાજાની રતિસુંદરી નામે રાણુ થઈ. તે રાજાને બીજી પણ પાંચસે રાણીઓ હતી, પણ પૂર્વ સંસ્કારને લીધે તે બે રાણીઓ સાથે બહુજ સ્નેહ રાખતો હતો. - એકદા તે રાજાને મહા દાહવર થયે. ચંદનને લેપ કરતાં છતાં પણ તે વ્યાકુળ થઈ જમીનપર આળોટવા લાગ્યો. અનુક્રમે તેને સાત મહા રેગ લાગુ પડ્યા. અંગભંગ, ભ્રમ, ઑટક (ફેડલા), સેફ (શરીર સુજી જાય તે), શિરોવ્યથા, દાહ અને વર– એ સાત રોગ પ્રચંડ કહેવાય છે તે સાતે ઉદ્ભવ્યા, તેના ઉપચાર 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust