________________ 272 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર જોઈને તે ચિંતવવા લાગ્યા કે –“અહા આ સંસાર કે અસાર છે? આવું મારું સુંદર રૂપ પણ ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું ! અહીં શરણ પણ કેનું લેવું? કેઈ કોઈનું રક્ષણ કરવાને સમર્થ નથી. તે મહાત્માઓ ધન્ય છે, કે જેઓ સર્વ સંગને પરિત્યાગ કરી વનમાં જઈ દીક્ષા લઈ આરાધના કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સનસ્કુમારે નિ:સંગ થઇને વિનયંધર ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના સ્ત્રીરત્ન પ્રમુખ ચૌદ રતન, રાજાઓ, આભિગિક દે અને સેનાના માણસે છ મહિના સુધી તેની પાછળ પાછળ ભમ્યા, છતાં સનસ્કુમારે તેમની સામું પણ જોયું નહિ. અગંધકકુળમાં ઉત્પન્ન થયેલા નાગ શું વમન કરેલાને પુન: ઈરછે? ન ઈરછે. તેવી રીતે–વાંત આહારની જેમ તેણે સર્વને ત્યાગ કર્યો. - પછી તે મહર્ષિ છઠ્ઠના પારણે ગેચરીમાં ચીનકૂર ને બકરીની છાશ મળે તો તેનાથી જ પારણું કરી પુન: છઠ્ઠ કરવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે તેમને કેટલાએક દુષ્ટ વ્યાધિઓ લાગુ પડ્યા. “શુષ્ક ખસ, જવર, ઉધરસ, શ્વાસ, અન્નની અરૂચિ, નેત્રપીડા અને ઉદરપીડા-આ સાત અત્યંત દારૂણ વ્યાધિઓ ગણાય છે. તે તથા બીજા પણ ઘણું વ્યાધિઓ તેમને લાગુ પડ્યા. સાત વર્ષ પર્યત તે વ્યાધિઓને સખ્યભાવે સહન કરી તેઓ દીપ્ત અને ઉગ્ર તપ કરવા લાગ્યા. એવું ઉગ્ર તપ તપતાં તેમને કષધિ, લેમેષધિ, વિપુડષધિ, મઔષધિ, આમપૈષધિ, સવૈષધિ, અને સંભિ શ્રોત–એ સાત લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તથાપિ તે મહામુનીશ્વરે રેગને કિંચિત્ પણ પ્રતિકાર ન કર્યો. એકદા સૈધમેં સુધર્મા સભામાં સાધુનું વર્ણન કરતાં સનત્કમાર ચકીની ધૈર્યતાનું અપૂર્વ વર્ણન કર્યું. પછી ઇંદ્ર પોતેજ વૈધનું રૂપ લઈને તે ચકી મુનિની પાસે આવ્યા અને મુનિને કહ્યું કે –“હે ભગવન! આજ્ઞા આપો, તો હું આપના વ્યાધિને પ્રતિકાર કરું. જો કે તમે 1 હલકી જાતના ચેખા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust