________________ 202 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પછી તે શ્રેષ્ઠીએ બહુ ધનને સત્કાર્યમાં વ્યય કર્યો, કેમકે ચિં. તામણિ રત્નના પ્રભાવથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રતિદિન સાર્થજનોનું પિષણ કરવા લાગ્યો. હવે એક દિવસ શ્રેષ્ઠીએ શુકરાજને પૂછયું કે:-“હે શુકરાજ ! હે પપકારસિક! જિનપ્રતિમા કરવાનો ઉપાય મને કહો.” શુક બોલ્યો કે:-“હે શ્રેષ્ટિ ! એકાગ્ર મનથી સાંભળે. પેલા પર્વત પર ગુફસમીપે વેત પલાશ છે, તેનું કાષ્ટ લાવી, નરરૂપ બનાવી તે નરના કંઠમાં આ ફળ બાંધવું અને તેના શિરપર ચિંતામણિરત્ન રાખવું, એટલે અધિષ્ઠાયકના પ્રભાવથી તે કાષ્ટનર પ્રતિમા ઘડશે, પ્રથમ બીજા કાઠે લાવીને કપાટ (બારણા) સહિત કામય મંદિર કરાવવું, અને તેમાં સ્પર્શ પાષાણ લઈ જઈને ત્યાં પ્રતિમા કરાવવી, તે કાષ્ટનરને પ્રથમ શાલમલિવૃક્ષના પુષ્પ તથાફળ આપજે. તે કુસુમ અને ફળના રસથી પથ્થરની શિલા ઉપર પ્રતિમાને આકાર તેની પાસે કરાવે. તે પ્રસ્તરને લેહ અડવા ન દેવું. પછી શાલ્મલિ કાષ્ઠવડે પ્રતિમા ઘડાવવી, અને તે વૃક્ષની માંજરથી તે પ્રતિમાને ઓપ કરાવો, પણ તે પ્રતિમા એકાંતમાં કરાવવી, અને તે વખતે વાઘ અને નિર્દોષપૂર્વક તેની પાસે નૃત્ય કરાવવું. તેના પ્રભાવથી તારે મહાન ભાગ્યોદય થશે.” આ પ્રમાણે સાંભળી મુદિત થઈને શ્રેષ્ઠીએ તે પ્રમાણે જિનપ્રતિમા કરાવી, અને તે શ્રી પાર્શ્વનાથના બિંબને શુભ સ્થાને સ્થાપીને તેની પૂજા અને ભકત્યાદિ મહોત્સવ કર્યો. તેમની પાસે સ્નાત્ર, ગીત તથા નૃત્યાદિક કરવા લાગ્યું. તેના પ્રભાવથી ધરણેન્દ્ર, પદ્માવતી અને વૈચ્યા વિગેરે દેવી દે તે શ્રેષ્ઠીને સહાય કરવા લાગ્યા. સ્પર્શ પાષાણુના ખંડ યત્નપૂર્વક સાચવી રાખ્યા. પછી તે પ્રતિમા સાથે લઈને શ્રેષ્ઠી સિંહલદ્વીપ તરફ ચાલ્ય, એટલે શુક બેલ્યો કે:-“હવે હું સ્વસ્થાને જાઉં છું.” ત્યારે શ્રેણી બે કે-“હે શુકરાજ ! તું મને પ્રાણ કરતાં પણ વધારે વલ્લભ છે, તે મારા૫ર બહુ ઉપકાર કર્યો છે, તું દેવ છે કે વિદ્યાધર છે? કયું છે? તારું સત્ય સ્વરૂપ કહે, અને તારૂં સ્થાન કયાં છે? તે પણ સત્ય કહે.” એટલે શુક બે કે –“હે શ્રેષ્ઠીન ! કેટલાક વખત પછી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust