________________ 302 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પણ વયરસેન બને બાજુએ તપાસ કરતે જાગતે બેઠા. એવામાં આમ્રવૃક્ષપર બેઠેલ એક કૃપાળુ શુક પોતાની પ્રિયાને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! આ બંને પુરૂષ એગ્ય છે, એમને કંઈક સત્કાર કરીએ.” સ્ત્રી બેલી કે-“હે નાથ ! તમે ઠીક કહ્યું, સુકૂટપર્વતની ગૂઢ ગુફામાં બીજને પિતાની વિદ્યાથી અભિષિક્ત કરીને વિદ્યાધરોએ બે સહકારવૃક્ષ રેપ્યા છે. આપણા સાંભળતાં તેમણે તે બંનેનું મા હાસ્ય કહ્યું હતું કે–એક વૃક્ષના ફળનું ભક્ષણ કરનારને સાતમે દિવસે રાજ્ય મળે અને બીજા આમ્રવૃક્ષનાં ફળનું બીજ જેના ઉદરમાં રહે, તેના મુખમાંથી પ્રભાતે દાતણ કરતાં પાંચસે સોનામહોર પડે. હે કાંત ! આ વચન તો તમે પણ સાંભળ્યું છે, માટે આપણે એક એક ફળ લાવીને આ બંનેને આપીએ. પપકાર કરવાથી અવતાર સફળ અને સાથે થાય છે. કહ્યું છે કે-“જે દિવસ પરોપકાર થાય, તે દિવસ સફળ (લાધ્ય) છે, અને બીજા દિવસ તો મૂઢપણાથી નિફળ ગયેલા છે. સૂર્યને માટેજ અંધકાર, મેઘને માટેજ ગ્રીષ્મશેષણ અને વૃક્ષને માટેજ માર્ગશ્રમ સમજવામાં આવેલ છે, અર્થાત્ સૂર્ય, મેઘ અને વૃક્ષે તે અંધકાર વિગેરેને દૂર કરે છે, તેથી તેઓ પરોપકારી અને શ્રેષ્ઠ કહેવાય છે. વળી સરોવર કાંઈ જળપાન કરતું નથી, અને વૃક્ષો કાંઈ ફળ ભક્ષણ કરતાં નથી; દાતાર જનનું તે સર્વસ્વ પપકારને નિમિત્તેજ હોય છે.” આ પ્રમાણે સાંભળીને શુકે શુકીને કહ્યું કે-હે કાંતે ! અત્યારે આ વાત તેં મને ઠીક યાદ કરી આપી.” એમ કહીને તે બંને તરતજ સુકૂટ પર્વત પર ગયા. આ બધું વયરસેને સાંભળ્યું. પછી તે બંને પક્ષીઓએ પેલા પર્વત પરથી બે સહકારના ફળ લાવીને વયરસેનની આગળ મૂક્યા, એટલે તેમના વચનથી તે બંને ફળનો ભેદ જાણુંને તેણે પોતાની કટિમાં તે બંને ફળ બાંધી લીધાં. તેણે વિચાર્યું કે–આ શુકનું કહેવું સત્ય હશે કે અસત્ય તે સ્વયમેવ જણાઈ આવશે.” તે પછી અર્ધી રાત્રે જ્યેષ્ઠ બંધુને જગાડીને વયરસેન નિદ્રાધીન થયે અને સૂર્યોદય થતાં તે બંને ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust