________________ 303 w વયરસેનની કથા. એક સરોવર આવ્યું, એટલે બને ત્યાં મુખશુદ્ધિ કરી. તે વખતે ફળના પ્રભાવને કહ્યા વિના વયરસેને રાજ્યદાયક ફળ મોટાભાઈ અમરસેનને આપ્યું અને બીજા ફળનું પોતે ભક્ષણ કર્યું. પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે પ્રભાતે વયરસેને ગુપ્ત રીતે દાતણ કર્યું, એટલે ફળના પ્રભાવથી પાંચસે સોનામહેર તેની આગળ પડી. તેના વેગથી અમરસેનની સાથે રહી વયરસેન ભજન તાંબુલાદિકમાં પુષ્કળ ખર્ચ કરી સ્વેચ્છાએ સુખ ભેગવવા લાગ્યો. એટલે અમરસેને પૂછ્યું કે-“તારી પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી?” તે બે કે-“ભંડારમાંથી મેં સાથે લીધું હતું. પછી સાતમે દિવસે કાંચનપુરની પાસેના ઉદ્યાનમાં પહેચતાં તેઓ શ્રમિત થયા, એટલે ત્યાં એક વૃક્ષની નીચે અમરસેન સુઈ ગયે. “શ્રમિત અને આળસુને નિદ્રા એ પરમ સુખ છે. આ જગત્રયરૂપ સંસારમાં એના કરતાં વધારે કિંમતી સુખ બીજું નથી એમ તેઓ માને છે.” વયરસેન જનાદિ સામગ્રી લેવા માટે નગરમાં ગયો તે વખતે તે નગરનો અપુત્રી રાજા શૂળના યોગે મરણ પામ્યો હતો, તેથી હસ્તી. અશ્વ, કળશ, છત્ર અને ચામર-એ પાંચ દેવાધિષિત વસ્તુઓ નગરમાં ફરતી હતી. રાજ્યને ધારણ કરે તેવા પુરૂષની શોધ કરવા માટે ફરતી તે વસ્તુઓ ગામમાં બધે ફરીને બહાર નીકળી અને અમરસેનકુમાર જ્યાં સુતેલ છે ત્યાં પહોંચી, એટલે તેના પર અકસ્માત કળશ ઢો, હાથી અને અવે ગર્જના કરી, હાથીએ પિતાની સુંઢથી ઉપાડી તેને પિતાના મસ્તક પર બેસાડ્યો. વિસ્તૃત છત્ર સ્વયમેવ ઉઘડી ગયું અને ચામરો વીંજાયા. એટલે દિવ્ય વેષ ધારણ કરી હાથીના સ્કંધ પર બેસી મંત્રી, સામંત અને નગરજનેથી પ્રણામપૂર્વક અભિનંદિત કરાતા અને જયજયારવ સાંભળતા અમરસેને નગરમાં પ્રવેશ કર્યો અને નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યું. વયરસેન ભજનાદિ લઈને આવ્યો એટલે ભાઈને ન દેખવાથી તેને પત્તો મેળવીને મનમાં ચિંતવવા લાગ્યો કે-“જે જયેષ્ઠ બંધુએ રાજ્ય સ્વીકારવામાં મારી રાહ ન જોઈ, તે હવે મારે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust