________________ 31 વયરસેનની કથા. જોઉં” એમ ચિતવીને તે ત્યાં ગયે. વાટિકાનું અવલોકન કરતાં તેણે એક વૃક્ષનું પુષ્પ સુંઠું, તેની સુગંધના પ્રભાવથી તે તરત જ રાસભ (ગધેડ) બની ગયે, અને સર્વત્ર પિકાર કરતે તે ભમવા લાગ્યો. પંદર દિવસ પુરાં થતાં વિદ્યાધર યાત્રા કરીને પાછો આવ્યો. ત્યાં તેને તેવી હાલતમાં જોઈ તેની બહુ નિર્ભના કરી. પછી બીજા વૃક્ષનું પુષ્પ સુંઘાડ્યું, એટલે તે મનુષ્ય રૂપ પામી તે વિદ્યાધરને પગે પડ્યો અને તેને ખમાવ્યો. પછી વિદ્યાધર બે કે –“કહે હવે તને કયા સ્થાનમાં મૂકું?” કુમાર બોલ્યાં કે-“હે સ્વામિન ! મને એ બે પુષ્પ આપીને કાંચનપુરમાં મૂકે.”એટલે વિદ્યાધરે તે રામભકરણ અને મનુષ્યકરણ-અને પુષ્પ આપીને આકાશમાર્ગે થઈ તરતજ તેને કાંચનપુરમાં મૂક્યું. પછી તે ત્યાં પુર્વ પ્રમાણે જ વિલાસ કરવા લાગે. એટલે અક્કો તેને પુન: જેઈને વિસ્મય પામી. પછી તે ચકિત થઈને પિતાના ઢીંચણ કેણી પર પાટા બાંધી હાથમાં લાકડી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ. એટલે કુમાર ગાઢ આમર્ષયુક્ત થઈને બે કે-હે માત ! આ શું થયું?” તે રૂદન કરતી બોલી કે હે વત્સ! તારા નિમિત્તે મને કષ્ટ પ્રાપ્ત થયું, પણ તારા આવવાછી બધું સારું થયું.” કુમાર બલ્ય કે- તે શી રીતે?” અક્કા બોલી કે-શું કહેવું? જ્યારે તું કામદેવના ભવનમાં ગયે, ત્યારે કઈ દુષ્ટ વિદ્યાધર ત્યાં આવી તારી બે પાદુકા લઈને ચાલતો થયો, એટલે હું તેના વચ્ચે વળગી, દેવગે અહીં આવતાં મને ઉલાળીને તેણે નીચે નાખી દીધી. તેથી મારા અંગોપાંગ ભાંગી ગયા છે. એ વાત કોને કહેવી? જે દુખ પડે તે બધું સહન કરવાનું છે, પણ હવે તારા આગમનથી બધું સારું થયું.” એમ કહીને અક્કા તેને પાછી પિતાને ઘરે લઈ ગઈ; એટલે તે પ્રથમ પ્રમાણે વિલાસ કરવા લાગ્યા. એકદા પુન: અક્કાએ તેને પૂછયું કે “હે વત્સ! તું અહીં શી રીતે આવી શકે?, અને આટલું ધન દરરોજ કયાંથી લાવે છે?” કુમાર બેલ્યો કે-“મેં ત્યાં રહીને કામદેવની આરાધના કરી, એટલે તેણે સંતુષ્ટ થઈને મને બહુ ધન આપ્યું અને અહીં મને મૂકે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust