________________ 31. ' શ્રી પાશ્વનાથ ચસ્ત્રિભાષાંતર. જળક્રીડાવડે આનંદ કરે; પરંતુ પશ્ચિમ દિશામાં ચૈત્યની પાછળ જે બગીચે છે, ત્યાં તારે સર્વથા નજ જવું.'કુમારે તે વાત કબુલ કરી. એટલે તેને મોદકાદિક શંબલ આપીને વિદ્યાધર આકાશમાગે ચાલે ગયે અને કુમાર પ્રતિદિન કામદેવની પૂજા કરતા સતે ત્યાં રહ્યો. એકદા કૌતુક જેવાને માટે કુમાર પૂર્વ દિશાના ઉદ્યાનમાં ગયે. તે ઉદ્યાનમાં બે ઋતુ હતી. એક બાજુ વસંતઋતુ હેવાથી સહકાર અને ચંપકાદિ વૃક્ષે પુષિત થયા હતા અને કોકિલાઓ કંઠથી નીક- . ળતા પંચમ સ્વરથી બોલતી હતી અને ચંપકકુસુમથી તે વન સુગંધિત થઈ ગયું હતું. બીજી બાજુ ગ્રીષ્મઋતુ જવામાં આવતી હતી. ત્યાં પાડલ અને બકુલ-કુસુમને ગંધ પ્રસરતો હતો. ત્યાં કુમારે વાપિકામાં જળક્રીડા કરીને ફળાહાર કર્યો. પછી ત્યાંથી દક્ષિણ બાજુની વાટિકામાં ગયો. ત્યાં પણ બે ઋતુ હતી-એક બાજુ વર્ષા ઋતુ વિદ્યમાન હતી, એટલે મયૂરના શબ્દ સંભળાતા હતા અને દેડકા ઉચ્ચ સ્વરે બેલતા હતા. કેતકી અને જાઈના પુષ્પને સુગંધ પ્રસરી રહ્યો હતો. બીજી બાજુ સરોવરના જળને સ્વચ્છ કરનાર શરઋતુ શોભતી હતી. ત્યાં કાસકુસુમ અને સપ્તઋદ વૃક્ષ હંસેના નિવાસથી વધારે શોભતા હતા. ત્યાં કીડા કરીને કુમાર ઉત્તર દિશાની વાટિકામાં ગયે. ત્યાં પણ બે ઋતુ હતી. એક બાજુ શિશિર હતુ વિદ્યમાન હતી. તેથી વિકસ્વર શતપત્રિકા પર ભમતાં અને ગુંજારવ કરતા ભ્રમરના નાદમાં લીન થઈ અવલોકન કરીને કુમારે ત્યાંના ફળને આહાર કર્યો. તે વનમાં બીજી બાજુ હેમંત ઋતુ શોભતી હતી. ત્યાં મરૂબક, કુંદ, મુચુકુંદાદિ વૃક્ષે વિકસિત હતાં. એ પ્રમાણે ત્રણે દિશાના બગીચામાં ફરી ફરીને આમેદથી, વાપિકાના જળમાં સ્નાન કરવાથી અને સારાં સારાં ફળોના ભજનથી કુમાર દિવસે ગાળવા લાગ્યું. એકદા કુમારને વિચાર થયો કે- આ વાટિકાઓ તે મનહર છે, પણ પશ્ચિમ ભાગમાં ચૈત્યની પાછળ રહેલી વાટિકામાં શું છે તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust