________________ શ્રી વયરસેન કથા. 300 બેલી કે- બહુ સારું.” પછી તેને કંધ પર બેસાડી હર્ષિત થઈને પગમાં પાદુકા પહેરી કુમાર તરત ઉડીને સમુદ્રમાં આવેલા કામદેવના ચૈત્ય આગળ ઉતર્યો. ત્યાં પહોંચ્યા પછી એ બોલી કે હે વત્સ! હું દ્વાર આગળ બેઠી છું, એટલે પ્રથમ અંદર જઈને તમે કામદેવની પૂજા કરે.”એટલે દ્વાર આગળ પાદુકા મૂકીને તે ચૈત્યમાં ગયે. કુમાર અંદર ગયો કે તરત જ પગમાં પાદુકા પહેરીને અક્કા સત્વર પિતાના સ્થાને આવતી રહી. તે હકીકત જાણીને વયરસેન બહુ જ દુઃખિત થઈ ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે-અહો! હું ધૂર્ત છતાં છેતરાયો, અહીં હું નિરાધાર થઈ પડ્યો, પરંતુ જે થવાનું હશે તે થશે, ચિંતા કરવાથી શું ફળ છે. વળી જેણે હું ગર્ભમાં હતો ત્યારે મારા ગુજરાનરૂ૫ માતાના સ્તનમાં દૂધ સરયું હતું, તે શું હવે શેષવૃત્તિ સરજવી ભૂલી ગયો હશે? શું તે સૂઈ ગયે હશે કે ગુજરી ગયે હશે?” એમ બને જ નહીં. એક કવિએ કહ્યું છે કે ચંચલ ચિત્ત ન કરસિ ચિંતા, ચિંતનહાર કરે સબ ચિંતા ઉદર થકી જેણે કરી ચિંતા, - સેઈ વિધ્વંભર કરસિ ચિંતા.” એમ ચિંતવત ત્યાં રહીને દુઃખથી તે દિવસે ગુજારવા લાગ્યું. અને વનફળથી પ્રાણવૃત્તિ (ગુજરાન) કરવા લાગ્યા. એવામાં કઈ વિદ્યાધર અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જતો હતો, તેણે કુમારને ત્યાં ભમતે જોઈને દયા લાવી તેની પાસે આવી પૂછ્યું કે -અરે! તું કોણ છે? અને અહીં શી રીતે આવ્યા છે?” એટલે કુમારે પોતાનો યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વિદ્યારે તેને ધીરજ આપીને કહ્યું કે-“હે ભદ્ર! સાંભળ-હું તીર્થયાત્રા કરીને પંદર દિવસમાં પાછો આવીશ, ત્યાંસુધી તારે અહીં જ રહેવું. અહીં આવ્યા પછી હું તને ઈષ્ટ સ્થાને પહોંચાડીશ. પણ સાંભળ-અહીં ચારે દિશામાં દેવતાઓએ ક્રીડા કરવા માટે બગીચા કરેલા છે, તેમાંના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશાના બગીચામાં જઇ તારે ફલાહાર અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust