________________ 318 - શ્રી પાશ્વનાથ ચઢિ ભાષાંતર. એકદા પેલી ગણુ રાણુને ઘરે આવી, અને તેણે રાણીને કહ્યું કે- હે વત્સ! તારા મનોરથ સિદ્ધ થયા?” તે બેલી કે-હે માત ! તમારા પ્રસાદથી બધું સારું થયું છે, તથાપિ મારું મન હજી દેળાયમાન રહે છે, તેથી જે હું જીવતાં રાજા આવે અને મરતાં તે મારે એવું થાય તે હું ગાઢ સ્નેહ સમજુ. " જોગણ બેલી કે હે વર્લ્સ! જે હજી તારૂં મન સ્થિર ન હોય અને એવી પરીક્ષા કરવી હેય તે તારી નાસિકાવડે આ મૂલિકાને નિસ્સો લેજે, એટલે તુ જીવતી છતાં મૃત જેવી લાગીશ, પછી જે બને તે જેજે. પછી અવસરે બીજી મૂલિકાથી હું તને નિરસ આપી સજીવન કરીશ.” રાણી બેલી કે-“હે માત ! એ પ્રમાણે કરીશ.” પછી જેગણ એક મૂલિકા આપીને સ્વસ્થાને ચાલી ગઈ. એટલે રાણું તે મૂલિકાથી નાકમાં નિસે લેતાંજ મૃતવત થઈને અકસ્માત બેભાન થઈ નીચે પડી. રાજાએ તેને બેભાન સ્થિતિમાં જોઈ એટલે તે શેકા થયા. રાજ. લોકમાં પણ સર્વત્ર આકંદન અને હાહાકાર ઉછળી રહો. પછી રાજાના આદેશથી ઘણું વૈદ્યો અને માંત્રિકે ત્યાં ભેગા થયા, પણ તેઓ તેને મૃતવત્ જાણુને ચાલ્યા ગયા, અને “એને અગ્નિસંસ્કાર કર ઉચિત છે.” એમ કહી ગયા એટલે રાજાએ કહ્યું કે–એની સાથે મારે પણ અગ્નિસંસ્કાર કરે, એના વિના હું જીવી શકું તેમ નથી.” એટલે મંત્રી, સામંત અને લોકકાકુળ થઈને કહેવા લાગ્યા કે-“હે રાજન ! વિશ્વાધાર એવા તમને આમ કરવું ઉચિત નથી.” એટલે રાજાએ અત્યંત દુઃખિત થઈને કહ્યું કે–શું નેહીની બીજી ગતિ હેાય? નજ હોય. માટે હવે વિલંબ ન કરે, મારે એક ક્ષણ પણ વરસ સમાન જાય છે, તેથી તાકીદે ચંદનકાષ્ઠની ચિતા રચાવો.” એમ કહીને રાજા રાણની સાથે પોતાના મહેલમાંથી બહાર નીકળે અને વાજીત્રાના મોટા અવાજ પૂર્વક સ્ત્રી અને પુરૂષો સાથે રૂદન કરતો રાજા સ્મશાનભૂમિમાં આવ્યું. ત્યાં પુષ્કળ દાન આપી રાણ સહિત જેટલામાં ચિતામાં પ્રવેશ કરે છે, તેટલામાં પેલી પરિત્રાજિકા દૂરથી ત્યાં આવી અને બોલી કે “હે રાજન ! સાહસ ન કરે.” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust