________________ 308 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર -~- ~ ~~ ~ ~--~સાથે પ્રપંચ રમવા ધારે છે, પરંતુ હવે મારે એને વિશ્વાસ ન કરે.”એમ ચિંતવી તેને નમસ્કાર કરીને તે બોલ્યો કે-“હે માત! તારું કહેવું બધું સત્ય છે. તારી સુતાને એમ કરવું ઉચિત છે. તે કહે, હવે મારે શું કરવું ?" તે બોલી કે-“હવે સત્વર આપણે ઘરે આવવું.” એટલે કુમાર તેની સાથે ગયે, અને પુનઃ પ્રથમની રીતે જ રહ્યો. તેમજ પૂર્વવત્ વિલાસ અને દાન વિગેરેથી લીલામાં વખત ગાળવા લાગ્યો. કેટલાક દિવસ પછી પુન: અક્કાએ ધન આગમનનું કારણ પૂછવાની મગધાને પ્રેરણા કરી; એટલે મગધા બેલી કે-“હે દુટે! તું લુબ્ધ છે, તેથી હું કંઈ ન સમજું, તું જાતે જ પૂછ.” એટલે એકદા વૃદ્ધાએ સ્વયમેવ પૂછયું કે-“હે વત્સ! આટલું બધું ધન તમે ક્યાંથી લાવે છે?” રાજકુમાર બે કે-એ અપ્રકાશ્ય હોવાથી કોઈને કહેવાય તેમ નથી, છતાં તને કહું છું–મારી પાસે વિદ્યાધિષ્ઠિત બે પાદુકા છે, તેના પર આરૂઢ થઈ આકાશમાં ઉડીને હું ઇદ્રના ભંડાર માંથી ઈચ્છા પ્રમાણે ધન લઈ આવું છું.’ આ પ્રમાણે સાંભળીને તે દુષ્ટાએ મનમાં વિચાર કર્યો કે-એ ઉપાય કરું કે જેથી એ બંને પાદુકા મારા હાથમાં આવે.” પછી એકદા માયાથી અક્કા માંદી થઈને એક જીણું માંચા પર સૂતી અને ટી શૂળપીડાથી બબડવા લાગી; એટલે કુમારે તેનું કારણ પૂછયું. તે બેલી કે-“હે વત્સ! તને શું કહું? એ તે આ શરીરથી જ સહન થાય તેમ છે. કહેવાય તેમ નથી. કુમારે પુનઃ આગ્રહથી પૂછ્યું, એટલે તે બોલી કે “હે વત્સ ! તારે આગ્રહ જ છે તો સાંભળ. તું પરદુઃખથી દુઃખિત અને પરોપકારમાં રસિક છે તેથી કહું છું કે જ્યારે તું ઘરમાંથી ચાલ્યા ગયે, ત્યારે મેં સમુદ્રમાં રહેલા કામદેવની પૂજાદિકની માનતા કરી છે, પરંતુ ત્યાં જવાનું ' દુષ્કર હોવાથી તે માનતા મારાથી પૂરી થઈ શકી નથી, તેથી કામદેવ મને પીડે છે.” પછી આ દુષ્ટાને સમુદ્રમાં નાખી દઉં. એમ ચિંતવીને તે કુમાર બેલ્યો કે– મારે તે દુષ્કર નથી, માટે સત્વર ચાલો. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust