________________ હાર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પુનઃ અક્કાએ પૂછયું કે-બીજું કંઈ લાવ્યા છે?” તે બે કેએક દિવ્ય ઔષધી લાવ્યો છું. તેને સુંધવાથી વૃદ્ધને પણ નવ વન પ્રાપ્ત થાય છે. આ વાતથી આશ્ચર્ય પામીને તે બોલી કે“હે વત્સ ! જે એમ હોય, તે મારા શરીરને તરૂણ બનાવ.” એટલે કુમાર બોલ્યો કે-“તમારા માટે જ હું એ મહષધ લાવ્યો છું, માટે ગ્ય અવસરે તેને ઉપયોગ કરીશ.” તે બેલી કે-“અત્યારેજ કર.” એટલે કુમારે તરતજ કંથા અને દંડ લાવી તેના નાક પાસે પેલું પુષ્પ રાખ્યું. તે કુસુમની ગંધથી અક્કે તરતજ રાસલી (ગધેડી) બની ગઈ. પછી કંથાને ખભે નાખી અને દંડને હાથમાં લઈ તેને કુટ કુટતા કુમાર નગરમાં નીકળે. એટલે મગધા પોતાના ઘરમાં બેઠી સતી બોલી કે-આ બહુ સારું કર્યું, એને અતિ લેભનું ફળ દેખાડયું. પછી બીજી ગણિકાઓ પોકાર કરતી રાજસભામાં જઈને કહેવા લાગી કે હે સ્વામિ ! તમે રાજ્યકર્તા હોવા છતાં કોઈક ધૂતે અમારા કુટુંબની એક વૃદ્ધાને ઔષધના પ્રયોગથી ગધેડી બનાવી દીધી છે. તે વાત સાંભળીને રાજ પણ હસ્ય. એટલે વેશ્યાઓએ કહ્યું કે હે નાથ! તમે પણ આ વાત હસી કાઢશેતો પછી અમારી શી ગતિ ?" એટલે રાજાએ તરતજ કોટવાળને મોકલ્યું. તેણે ત્યાં જઈને વયરસેન કુમારને કહ્યું કે-“અરે! અમારા નગરમાં તું આવું અનુચિત કેમ કરે છે? એટલે કુમાર કુપિત થઈને બોલ્યો કે-“અરે! જેના બળથી તું આવ્યું છે, તેને સત્વર જઈને આ ખબર કહે કે એને હુકમ માનતો નથી.” આમ કહેવાથી કેટવાળ કપાયમાન થઈને બાણ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યું, પણ દંડના પ્રભાવથી તેને બહાર લાગ્યા નહિ. પછી કુમાર દંડને ઉલાળતો સામે આવ્યે, એટલે કોટવાળ ભાગીને રાજા પાસે ગયે. રાજાએ આયુધસહિત ઘણા સુભટે મેકલ્યા અને બીજા પણ મંત્રી સામંત વગેરે વિનોદને માટે ત્યાં જોવા આવ્યા. અહીં તો કુમારે દંડ ભમાવ્યું, એટલે ચક્રની જેમ ભમતા દંડથી બધા ત્રાસ પામીને ભાગી ગયા. પછી પરિવાર સહિત રાજા ત્યાં આવ્યું એટલે રાજાને જોઈને વયસેન વિશેષે તે ગધેડીને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust