________________ વયરસેનની કથા. 301 કોલ, પાટલ, અશોક અને ચંપકક ક્યાંક ન્યગ્રોધ, મંદાર, પિચુમંદ અને હરીતક અને કયાંક ચંપક, અશોક અને પારિષ્ક વિગેરે વૃક્ષે શેભી રહ્યા છે. વળી જ્યાં હાથી, પાડા, વાઘ, સિંહ, ચિત્રા અને શૂકર તથા ભૂત, પ્રેત અને પિશાચ વિગેરે સ્વેચ્છાપૂર્વક કડા કરી રહ્યા છે, એવી તે અટવીમાં પહોંચ્યા. પછી સુધા અને સંતાપને હરનાર એવા એક આમ્રવૃક્ષ નીચે તેમણે વિસામે લીધે. ત્યાં નિર્મળ નદીના જળથી અને આમ્રવૃક્ષના ફળથી તેમણે પ્રાણવૃત્તિ કરી. એવામાં આસ્તે આસ્તે તેજરહિત થઈને રવિ અસ્ત પામે. - કવિ-કર્તા કહે છે કે- હે જગજને! જુઓ, દિવસને અંતે સૂર્યની પણ આવી દશા થાય છે, તે બીજાની શી વાત કરવી?” અહો ! આસક્ત એવી સંધ્યા પણ ક્ષીણ થઈ અને રાત્રિ પ્રગટ થઈ, સૂર્ય તે પશ્ચિમ સમુદ્રમાં તદ્દન ડુબી ગયે, અને સરોવરમાં પદ્મશ્રેણું સંકેચ પામી. કારણકે તેજસ્વી મિત્રને વિયેગ થતાં સર્વને દુ:ખ થાય છે. આકાશમાં તારા પ્રગટ થયા અને સર્વત્ર અંધકાર પ્રસરી ગયે, એટલે તે બંને કુમાર રાત્રે તે સહકારવૃક્ષની નીચેજ રહ્યા. એવામાં અનુજ બંધુ જયેષ્ઠ બંધુને પૂછવા લાગ્યા કે-“હે ભ્રાત! પિતાના રોષનું કારણ કાંઈ જણાયું નહિ.” અમરસેન બોલ્યો કે-“હે વત્સ તાતના રેષનું કારણ બરાબર તે મારા જાણવામાં નથી આવ્યું પણ મને લાગે છે કે આ અપરમાતાની ચેષ્ટા હશે.” વયરસેન બોલ્યા કે-“તે શું અસત્ય વચનપર રાજાને વિશ્વાસ બેસારી શકી હશે ?" એટલે પુન: અમરસેન બોલ્યો કે “હે વત્સ ! તું તે મુગ્ધ છે; સ્ત્રી તે અસત્યનું મંદિર કહેવાય છે. તે અસત્ય પણ બેલે છતાં રાગાંધ પુરૂષે તેના અસત્ય વચનને સત્ય સમજી લેય, બુદ્ધિવંત જન ગંગાની વાલુકાની ગણત્રી, સમુદ્રના જળનું પ્રમાણ અને મેરૂપર્વતના તેલન (વજન) ને કદાચ જાણી શકે, પણ સ્ત્રીના કપટપ્રપંચને ( સ્ત્રીચરિત્રને) જાણું શકતા નથી. અહે! અપરમાતાએ આપણા પર ઉપકાર કર્યો કે જેથી આપણે સમસ્ત વસુધા જોઈ શકીશું.” આ પ્રમાણે વાત કરતાં અમરસેનને નિદ્રા આવી ગઈ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust