________________ 304. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શા માટે જવું? કારણકે –વ્યાધ્ર અને ગજેંદ્રથી સેવિત વનમાં રહેવું સારૂં, વૃક્ષનું ઘર કરી પુષ્પ, ફળ અને જળનું ભજન કરી રહેવું સારૂં તથા તૃણની શય્યા અને અત્યંત જીર્ણ વલ્કલનાં વસ્ત્રો ધારણ કરવાં સારાં, પણ બંધુઓમાં ધનહીન કે માનહીન થઈને રહેવું સારું નહિ.” માટે હવે મારે ભાઈની પાસે તે નજ જવું, કદી હું તેની પાસે જાઉં તે ભ્રાતૃત્વથી તે મને પાંચ સાત ગામ આપે પણ તે તો મારે યુગાંતે પણ લેવા નથી. કારણકેદ-પુરૂષાર્થ યુક્ત પુરૂષને પરસેવામાં પ્રેમ કયાંથી હોય? મદન્મત્ત હાથીને ભેદી નાખનાર કેસરી શું તૃણનું ભક્ષણ કદાપિ કરે ? નજ કરે. વળી દીન વચન બોલી નમસ્કાર કરીને ખુશામતવડે જે મેળવવું અને તેના વડે જીવન ચલાવવું, તેવા જીવિતથી શું ? તેવા જીવિત કરતાં તો મરણ સારૂં.” વળી મને પણ દરરોજ પાંચસે સોનામહોર મળતી હોવાથી રાજ્ય જ છે. આ પ્રમાણે ચિંતવી ભજન કરીને તે નગરમાં ગયો અને મગધા નામની વેશ્યાને ઘેર રહીને સ્વેચ્છાથી ધન વાપરતે સત વિલાસ કરવા લાગ્યો. અમરસેન રાજાએ નગરમાં તેની બહુ શોધ કરાવી પણ તેનો પત્તો લાગે નહીં. પછી તે તે રાજ્યચિંતામાં પડ્યો. અહીં વયરસેન દાન અને ભેગમાં પરાયણ થઈ ગીત, ઘત અને ઈષ્ટગેઝી વિગેરેના વિનોદથી દિવસે વ્યતીત કરવા લાગ્યો. કોઈ વખત કાવ્યશાસ્ત્ર અને કથાદિકમાં અને કોઈ વાર નાટક અને સંગીતના સ્વાદમાં તે દિવસે ગાળવા લાગ્યું. કહ્યું છે કે–“બુદ્ધિમંત જન ગીત અને શાસ્ત્રના વિનોદથી વખત ગાળે છે અને મૂર્ખ જને નિદ્રા અને કલહ તથા વ્યસનમાં વખતને બરબાદ કરે છે.” એકદા કુદિનીએ મગધાને કહ્યું કે-“હે વત્સ! તારે પ્રિયતમ મહાદાતા અને મહાભેગી છે કે જેની બરાબર આ વસુધા પર બીજે કઈ જણાતો નથી. તે વ્યવસાય કે રાજસેવાદિક કાંઈ કરતો નથી, છતાં તે બહુ ધન વાપરે છે, તો તે દ્રવ્ય કયાંથી મેળવે છે? તે તું તેને પૂછજે.” મગધા બેલી કે- હે માતા ! આ પ્રશ્ન કરવાનું આપણે શું પ્રયોજન છે? આપણને તે દ્રવ્યનું કામ છે અને તે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust