________________ w શ્રી વયરસેન કથા. 305 એ આપણી મરજી પ્રમાણે આપ્યા કરે છે.” અક્કો બોલી કે તે તે ઠીક છે, તોપણ એગ્ય અવસરે પૂછવાની જરૂર છે. એટલે એકદા રાત્રે મગધાએ વયસેનને પૂછયું કે –“હે સ્વામિન ! રાજ્યસેવા અને વેપાર વિના તમને દ્રવ્યની પ્રાપ્તિ ક્યાંથી થાય છે?” એટલે મુગ્ધપણુથી વયરસેને સહકાર ફળને પ્રભાવ કહી બતાવ્યું. કારણકે– પુરૂષને પ્રાયઃ સરલ સ્વભાવ હોય છે અને સ્ત્રીએ પ્રાયઃ કુટિલતાયુક્ત હોય છે. જેમ જવ વાવતાં તેના શાલિ (ચેખા) થતા નથી, તેમ નીચ જન પોતાના સ્વભાવને મૂકતો નથી.” આ હકીકત પોતાની પુત્રી પાસેથી જાણુને સહકાર ફળનું ભક્ષણ કરવાની ઈચ્છાથી અક્કાએ લાપસીમાં મદનકુળ ખવરાવીને તેને વમન કરાવ્યું અને વમનમાંથી નીકળેલાં તે ફળનાં બીજ લઈને અwાએ ભક્ષણ કર્યું, પરંતુ તેના જઠરમાં જતાં તે બીજ નાશ પામ્યું, એટલે તેને લાભ તે દુષ્ટાને તો મળી શક્યું નહીં. પણ ફળના પ્રભાવથી મળતી મહારના અભાવથી વયરસેન દાન કરતે બંધ થઈ ગયેબંધ થવું પડ્યું, એટલે તે વિચારવા લાગ્યા કે આ દુષ્ટ અકાએ મારી સાથે કપટ કર્યું છે, તેથી તેને બદલે તેને આપજ જોઈએ.” વયરસેન આમ વિચાર કરે છે તેવામાં તો એકદા “આજે અમારે દેવીપૂજા કરવી છે માટે તમારે બહાર જવું.” એમ કહી કપટથી તેને ઘરની બહાર કાઢી મૂક્યુંએટલે પરાભવ પામેલાની જેમ પોતાને અનાદર થયેલો જોઈને તે ત્યાંથી ચાલ્યો ગયે. પછી દૂર જઈ અત્યંત આકુળવ્યાકુળ થઈને તે ચિત્તમાં ચિંતવવા લાગ્યો કેદ્રવ્યથી બધું સમીહિત થાય છે, દ્રવ્ય વિના મારાથી શું થઈ શકે? તેથી મારે કયાં જવું ?" વળી તે પુન: વિચારવા લાગ્યો કે-“જેની પાસે ધન હોય તેજ પુરૂષ કુલીન, તેજ પંડિત, તેજ ભણેલે, તેજ વક્તા અને તેજ દર્શનીય ગણાય છે; બધા ગુણે કાંચન (ધન) ને આશ્રયીનેજ રહેલા છે.” મારે તે હવે દૈવનું જ શરણ લેવું યેગ્ય છે. કેમકે કેટલીક વાર દૈવજ માગ કરી આપે છે. જુઓ, આશાથી હણું૩૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust