________________ 298 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માત્ર વેઠ જેવું જ થાય.” એટલે શેઠ બોલ્યા કે- તમારી પાસે કાંઈ સ્વલ્પ પણ છે કે નહિ ?" એટલે ગોવાળ બેલ્યો કે–“મારા વસ્ત્રને છેડે પાંચ કેડી બાંધેલી છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે વત્સ ! એ પાંચ કેડીના પુષ્પ લઈને તું ભાવથી જિનપૂજા કર.” એટલે તેણે પાંચ કેડીના પુલ લઈને શુદ્ધ ભાવથી જિનપૂળ કરી. તે વખતે બીજે વિચારે છે કે-આની પાસે તે આટલું પણ છે, અને મારી પાસે તે કંઈ પણ નથી.” એમ ચિંતવીને તે રોવા લાગ્યો. પછી જિનપૂજ કરીને શ્રેષ્ઠી તે બંનેને લઈને ગુરૂવંદન કરવા ગયા. ત્યાં ગુરૂમહારાજની દેશના સાંભળતાં પ્રત્યાખ્યાન કરનાર કોઈ માણસને જોઈને પેલા નોકરે ગુરૂને પૂછયું કે-એણે શું કર્યું ?" ગુરૂ બોલ્યા કે“હે ભદ્ર! આજ એણે પૈષધ કર્યો છે તેનું આ પ્રત્યાખ્યાન છે.” એમ સાંભળીને તેણે ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. પછી શ્રેણી સાથે બંને ઘરે ગયા. ભજન વખતે ઉપવાસ કરનાર થાળીમાં પોતાનું ભેજન પીરસાવીને દ્વાર પાસે ઉભે રહી વિચારવા લાગ્યું કે-“જે મારા ભાગ્યયોગે કોઈ મુનીંદ્ર અહીં આવે, તે હું તેને દાન આપું. કારણ કે શેઠને ઘરે કામ કરીને તેના બદલામાં મેં આ અન્ન મેળવ્યું છે.” એમ તે ચિંતવે છે, એવામાં અકસ્માત્ કઈ મુનિ ત્યાં પધાર્યા. એટલે તેણે બધું ભેજન મુનિને વહોરાવી દીધું. તે જોઈને હર્ષિત થઈ એછીએ તેને માટે બીજું ભેજન પીરસાવી દીધું. એટલે તે બેલ્યો કે- આજે મારે ઉપવાસ છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે ત્યારે તેં પૂર્વે કેમ ભજન પીરસાવ્યું?” તે બોલ્યો કે-“હે તાત ! ગૃહકાર્ય કરીને મારા હક્કનું ભોજન લઈને મેં મુનિને વહેરાવ્યું છે. આથી શ્રેષ્ઠી અતિશય સંતુષ્ટ થયે. પછી શેઠ તે બંનેની વિશેષ સંભાળ રાખવા લાગ્યા અને તે બંને પ્રતિદિન ચૈત્યમાં જવા લાગ્યા, મુનિવંદન કરવા લાગ્યા, નમસ્કારને પાઠ કરવા લાગ્યા અને ધર્મની સહયું વધારવા લાગ્યા. હવે કલિંગદેશને અધિપતિ સૂરસેન નામે રાજા શત્રુઓએ તેનું રાજ્ય છીનવી લેવાથી કુદેશમાં ગયે, ત્યાં હસ્તિનાપુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust