________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર: બોલે કે –“અરે પાપિચ્છે ! તમે આ અનુચિત શું આરંવ્યું છે? તમને વધારે શું કહું પણ હું તમને બંને દેને શાપ આપું છું કે-તમારે મનુષ્યલોકમાં શુકરૂપે સ્ત્રી પુરૂષપણે સાથે રહેવું.” દે બોલ્યા કે- “હે સ્વામિન્ ! એ શાપથી અમારે છુટકારે કયારે થશે?” ઇંદ્ર બેલ્યા કે- જ્યારે તમારે મિત્રદેવ જે અહીં છે તે અવીને કનકકીના નામથી વ્યવહારીપણે અવતરશે અને તે સ્પર્શ પાષાણની પ્રતિમા કરાવીને પૂજશે, ત્યારે તમે શાપથી મુક્ત થશે.” પછી તે શાપ સ્વીકારીને બંને દે શુકરૂપે મનુષ્યલોકમાં આવ્યા. અડતાલીશ હજાર વર્ષ પછી દેવપણુમાંથી અવીને હે શ્રેષ્ઠી ! તું ઉત્પન્ન થયે, એટલે તે શુકે તને પ્રતિમા કરવાની શિક્ષા આપી. ઉપરાંત તને બતાવેલ બધે ઉપાય શુકવિલસિતજ છે. પછી ભાયારૂપ મિત્રસહિત શુક નંદીશ્વરદ્વીપે જઈ શુકરૂપને ત્યાગ કરી દેવરૂપ પ્રકટ કરી નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈમહત્સવ કરી પ્રથમ દેવલોકમાં પોતાના અમૃતસાગર નામના વિમાનમાં જઈ સુખ ભોગવવા લાગ્યો.” આ પ્રમાણે કેવળી ભગવંત પાસેથી શુકને તમામ વૃત્તાંત સાંભળીને કનકકી તથા કેદરરાજાએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અને નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંત અનશન કરી પાંચમા બ્રહ્મદેવ લકમાં બંને દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પદને પામશે. એ તીર્થ હમણાં પરમીઓએ લઈ લીધું છે. ઈતિ. હે ભવ્ય જને! જેમ રાવણે જિનપૂજાથી તીર્થકર ત્રઉપાર્જન કર્યું, તેમ અન્ય જીવો પણ જિનપૂજાથી સ્વર્ગ અને મેક્ષ પામે છે. પૂજા ત્રણ પ્રકારની છે. પુષ્પપૂજા (અંગપૂજા), અક્ષતપૂજા (અગ્રપૂજા) અને સ્તોત્રપૂજા (ભાવપૂજા). તેમાં પ્રથમ પુષ્પપૂજા પ્રાણીઓને વિશિષ્ટ ફળદાયક થાય છે. કારણકે -દેશાધીશ સંતુષ્ટ થાય, તો એક ગામ આપે, ગ્રામાધીશ સંતુષ્ટ થાય તો એક ક્ષેત્ર આપે અને ક્ષેત્રાધીશ સંતુષ્ટ થાય તે ખોબો ધાન્ય આપે, પણ સર્વજ્ઞ સંતુષ્ટ થાય તે પિતાની પદવી આપે.” પુષ્પપૂજાથી વયરસેન કુમારને રાજ્યપદવી પ્રાપ્ત થઈ. તે દષ્ટાંત આ પ્રમાણે છે:– P.P. Ac. Gunratnasuri M.S. jun Gun Aaradhak Trust