________________ ww જિનંદ્ર પૂજા ઉપર રાવણની કથા. - 295 આવ.” એટલે તે દાસી જિનબિંબ લઈ ચટકપર્વત પર જઈ પ્રસાદમાં સ્થાપન કરીને પ્રતિદિન તેની ભક્તિ કરવા લાગી. તેના પ્રભાવથી તે દાસીને પુત્રને પ્રસવ થયે. તેનું કેદાર એવું નામ રાખવામાં આવ્યું. તે જન્મથી જ વૈરાગી હતે. પૈવન વય પામતાં રાવણે તેને ચટકપર્વતનું રાજ્ય આપ્યું, એટલે કેદાર પચીશ ગામને સ્વામી થયે. કનક શ્રેણી તેને પ્રધાન થયો અને તે બહુ પુણ્ય કરવા લાગે. એવામાં રામચંદ્ર રાવણને વિનાશ કર્યો, પણ જિનભક્તિના પ્રભાવથી કેદારનું રાજ્ય લીધું નહિ. એ પ્રમાણે સુખ ભોગવતાં એકદા કેવળી ગુરૂ પધાર્યા, એટલે કનક શ્રેષ્ઠી તથા કેદારરાજા ગુરૂને વંદન કરવા ગયા. ત્યાં ગુરૂમહારાજે ધર્મદેશના આપી, તે સાંભળીને શ્રેષ્ઠીએ શુકનું સ્વરૂપ પૂછયું કે“હે ભગવન્! એ શુક કોણ હતા ? કે જેણે મને પ્રતિમા કરવાની શિક્ષા આપી.” ગુરૂ બોલ્યા કે –“સાંભળ-એ તારે પૂર્વભવને મિત્ર છે. એકદા સાધમ દેવલોકમાં સૈધર્મેદ્રની આગળ નાટક થતું હતું. તેમાં ભરતસંગીતમાં કહ્યા પ્રમાણે છપ્પન કેટી તાલના ભેદપૂર્વક દેવગંધાર, બંગાલ, શ્રીરાગ, કૌશિક, હિંદલ, દીપક, મધુમાદન, શબાપ, ધોરણ, સેહગ, અધરાસ, ભાણવલ્લી, કકુભા અને સિદ્ધાંગાદિ દેવરાગોથી છત્રીસ હજાર નાટકે પૈકી ભદ્રાવલિક નાટક, ' , સૂર્યાવલિક નાટક, ચંદ્રસૂર્યોદ્દગમન નાટક, તારકેગમન નાટક, હયનાટક, ગજનાટક, પદ્માવતીનાટક, વલ્લીનાટક, તરૂનાટક અને કુસુમનાટક વિગેરે નાટકોના ભેદથી નાટક થતું હતું. તે વખતે ઇંદ્રના બે મિત્ર અમિતતેજ અને અનંતતેજ ત્યાં બેઠા હતા, તથા બીજા દે પણ ત્યાં બેસીને નાટક જોતા હતા. તે વખતે તે સભામાં ઈંદ્રની અંજૂ નામની પટરાણી નાટક જોવા બેઠી હતી. તેને તે મિત્રદ્રયની સાથે દષ્ટિસંબંધ થયે; એટલે પરસ્પર રાગ થવાથી અંજૂ તેમની સાથે વાટિકામાં કીડા કરવા ગઈ. તે ત્રણે ત્યાં કામક્રીડા કરવા લાગ્યા. તે ચેષ્ટિત ઈંદ્રના જાણવામાં આવવાથી ઇંદ્ર પણ ત્યાં ગયા. તેમનું દુ“ચેષ્ટિત જોઈને તે કોપાયમાન થયા, અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust