________________ * શ્રી વયરસેન કથા. 297 શ્રી વયરસેન કથા, આ ભરતક્ષેત્રમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું રાષભપુર નામે નગર છે. તે સમૃદ્ધિ અને પ્રાસાદ શ્રેણિથી સુશોભિત છે. ત્યાં ગુણસુંદર નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતે હતે. તેજ નગરમાં પરમ શ્રદ્વાળું, શ્રેષ્ઠ આચાર અને વિચારયુક્ત અભયંકર નામે શ્રેણી રહે હતે. જિનભક્ત અને પરમ શ્રાવક એવા તે શ્રેષ્ઠીને કુલમતી નામે પ્રિયા હતી. તે પણ અહર્નિશ દેવપૂજા, દાન, સામાયિક અને પ્રતિ ક્રમણ વિગેરે અગણ્ય પુણ્યકાર્ય કરતી હતી. તે શ્રેણીના ભદ્ર પ્રકૃતિવાળા બે સેવક હતા. તેમાં એક ગૃહકાર્ય કરતો અને બીજો ગાય ચારતા હતા. અન્યદા તે પરસ્પર વાતો કરવા લાગ્યા કે- આપણું સ્વામી શેઠને ધન્ય છે કે જેને પૂર્વ સુકૃત્યથી અત્યારે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આવતા ભવમાં પણ ઐહિક પુણ્યના પ્રભાવથી સુગતિ પ્રાપ્ત થશે. આપણે તે પુણ્યહીન હેવાથી દરિદ્ર જ રહેવાના છીએ. આ લોકમાં પણ આપણને સુખ મળ્યું નહિ અને પરલોકમાં પણ સુખ મળવાનું નથી. કારણકે - " अदत्तभावाच्च भवेदरिद्री, दरिद्रभावात्मकरोति पापम् / पापप्रभावानरके व्रजति, पुनरेव पापी पुनरेव दुःखी."॥ પૂર્વે દાન ન દેવાથી પ્રાણી દરિદ્રી થાય છે, દરિદ્રભાવથી તે પાપ કરે છે અને પાપના પ્રભાવથી નરકે જાય છે. એમ પુનઃ પુન: પાપી અને પુનઃ પુન: તે દુ:ખી થયા કરે છે.” આપણે મનુષ્યભવ વૃથા ગુમાવીએ છીએ. આ પ્રમાણે વિચાર કરતા તેમને જાણીને છેછીએ વિચાર કર્યો કે-“આ બંને ધર્મને ચગ્ય થયા જણાય છે.” પછી ચામસિકને દિવસે શ્રેછીએ તે બંનેને કહ્યું કે–“તમે મારી સાથે જિનપૂજા કરવા ચાલે.” એટલે તે શ્રેણીની સાથે ચૈત્યમાં પૂજા કરવા ગયા. ત્યાં પવિત્ર વસ્ત્ર પહેરી શુદ્ધ ભાવથી જિનપૂજા કરતાં શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે આ પુષ્પાદિવડે તમે પણ જિનપૂજા કરે.”એટલે તે બોલ્યા કે “જેના પુષ્પ તેને ફળ મળે–અમને તે 38 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust