________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તારું વિમાન કેમ ચાલી શકે?” તે સાંભળી જિનેશ્વરનું પૂજન અને વંદન કરવા તે વિમાન સહિત નીચે ઉતર્યો, અને પવિત્ર થઈને તેણે જિનપૂજન કર્યું. તે વખતે તેની આંગળીમાં સુવર્ણની મુદ્રિકા હતી, તે સ્પર્શ પાષાણના બનાવેલા જિનબિંબના સ્પર્શથી સેળવલી (ડશવણિકા) થઈ ગઈ, એટલે તેણે ચિંતવ્યું કે-આ ચતુર્દશવર્ણિકા (દવલી) મુદ્રા ડિશવણિકા (સેળવલી ) થઈ ગઈ, તે આ જિનદળ (પાષાણ) નો જ પ્રભાવ છે.” એમ ચિંતવી તે જિન. પ્રતિમાને ત્યાંથી ઉપાડી ચાલતો થયો. તે જોઈને બધા લેકે તેની પાછળ દોડ્યા અને યુદ્ધ આરંભ્ય. એવામાં અકસ્માત્ સિંહલદ્વીપને રાવણ નામને રાજા ત્યાં આવ્યું, તેણે એક માસ પર્યત યુદ્ધ કરીને બધા વિદ્યાધરોને પરાજિત કર્યા, પછી તે જિનબિંબને રાવણ લંકામાં લઈ ગયા. ત્યાં એક પ્રાસાદમાં તે બિંબ સ્થાપીને તેની પૂજા અને નાટક વિગેરેથી પ્રતિદિન ભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં પચાસ વર્ષ વ્યતિત થયા. એકદા પાશ્વજિન આગળ રાવણ પિતે વાછત્ર વગાડતા હતે. અને મદદરી ગાયન તથા નૃત્ય કરતી હતી, તે વખતે રાવણના હાથમાં રહેલ વીણાની તાંત તૂટી. એટલે નૃત્યમાં ભંગ ન થવા દેવા માટે પોતાના હાથની નસ ખેંચીને રાવણે તે જગ્યાએ સાંધી દીધી, જેથી નૃત્યને અને તેના ભાવને ભંગ ન થયો. આવી જિનભક્તિના પ્રભાવથી રાવણે તીર્થકરનેત્ર ઉપાર્જન કર્યું. 1 જિનભક્તિના પ્રભાવથી પદ્માવતી, વૈચ્યા અને અજિતબલા વિગેરે દેવીઓએ રાવણના હાથમાં થતી પીડાનું નિવારણ કર્યું. તે રાત્રીએ પ્રતિમાના અધિષ્ઠાયિક દેવે રાવણને સ્પષ્નમાં કહ્યું કે –“મને મારા સ્થાને મૂકી આવ.” એટલે રાવણની બદી નામે દાસી હતી, તેને ગર્ભ રહેલો હતો, પરંતુ ત્રેવીસ વર્ષ થઈ ગયા છતાં પ્રસવ થતો નહોતો. તે દાસીને રાવણે કહ્યું કે:-“આ બિંબને ચટકપર્વત પર જઈને મૂકી 1 આ હકીક્ત જૈન રામાયણ વિગેરેના લેખથી જુદી પડે છે. રાવણે અષ્ટાપદ પર્વત પર તીર્થંકરગોત્ર ઉપાર્જન કર્યું છે એવો અન્યત્ર ઉલ્લેખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust