________________ જિનેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. 23 મારૂં સ્વરૂપ કેવળીભગવંત તમને કહેશે.' એમ કહી શુક શુકી સહિત પિતાનું દેવરૂપ પ્રગટ કરીને દેવકમાં ચાલ્યા ગયે. ત્યાં શાશ્વત જિનપ્રાસાદમાં અઠ્ઠાઈમહત્સવ કરીને તે દેવ સ્વકીય વિમાન નમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે સમુદ્રમાર્ગે જતાં શેઠે પૂર્વે જે માણસને કરિયાણાને ભાવ જાણવાને સિંહલદ્વીપ મોકલ્યા હતા, તે સામા મળ્યા. તેઓ બોલ્યા કે-“હે સ્વામિન્ ! સત્વર ચાલો, અત્યારે કરિયાણું વેચવાથી બહુ લાભ થશે.” એમ સાંભળી શ્રેષ્ઠી મુદિત થઈ અવિચ્છિન્ન પ્રયાણથી સિંહલદ્વીપ પહોંચ્યું, અને ત્યાં કરિયાણાને વિક્રય કરતાં તેને બહુ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તેમજ સ્પર્શઉપલના ખંડના પ્રભાવથી શ્રેષ્ઠીએ ત્યાં બહુજ સુવર્ણ બનાવ્યું. ત્યાંથી પાછા વળતાં સે યેજનને આંતરે ચટકપર્વત હતું. ત્યાં જઈ કનકશ્રેણીએ પોતાના નામથી કનકપુર નગર વસાવ્યું. ત્યાં નવીન દુર્ગ (કિલો) અને નવીન આવાસે કરાવ્યા. પોતે ત્યાં રહ્યો અને સાર્થજનોને પણ ત્યાં જ રાખ્યા. વળી બીજા પણ પચીશ ગામ તેણે વસાવ્યાં. પછી શ્રેણીએ તે નગરમાં રાશી મંડપોથી અલંકૃત અને ઉંચા તોરણોવાળે એક મનહર જિનપ્રાસાદ કરાખ્યું. ત્યાં મહોત્સવપૂર્વક શુભ મુહુર્તો સિદ્ધિગમાં તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી. પછી ત્યાં પ્રતિદિન તે સ્નાત્રાદિક અને નૃત્યાદિક કરાવવા લાગ્યું. એકદા વૈતાઢ્યપર્વતને અધિપતિ અને વિદ્યાધરને સ્વામી મણિચૂડ નામને વિદ્યાધર નંદીશ્વરદ્વીપમાં રહેલા શાશ્વત જિનની યાત્રા માટે નીકળ્યું. તે નંદીશ્વરદ્વીપના જિનેશ્વરેને વંદન કરીને સિંહલદ્વીપે આવ્યું. ત્યાં પણ જિવંદન કરીને પાછા વળે, એવામાં ચટકપર્વત પરના તે ગામ ઉપર આવતાં તેનું વિમાન અટયું, એટલે તે વિદ્યારે વિચાર કર્યો કે મારું વિમાન શાથી ચાલતું નથી?” તેણે પ્રજ્ઞપ્રિવિદ્યાની અધિષ્ઠાયિકા પ્રજ્ઞપ્તિદેવીને પૂછ્યું કે - “હે માત ! મારું વિમાન કેમ ચાલતું નથી?” તે બોલી કે -“હે રાજન ! અહીં નવીન પાર્શ્વનાથનું બિંબ છે, તેને વંદન કર્યા વિના - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust