________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર પર પાટે બાંધવો. તેના પ્રભાવથી મનુષ્ય ગરૂડપપક્ષી થઈ જાય છે. પછી ઉડીને ચટક પર્વત પર જવું. ત્યાં શામલિ નામે એક પ્રઢ વૃક્ષ છે. તેના ફળમાં છ પ્રકારને સ્વાદ રહે છે અને તેનું પુષ્પ છ વર્ણવાળું હોય છે. એક ભાગમાં ધવળ, એક ભાગમાં રકત, એક ભાગમાં પીત, એક ભાગમાં નીલ, એક ભાગમાં શ્યામ, એક ભાગમાં મેઘ જેવા વર્ણવાળું અને મધ્ય ભાગમાં તે પંચવણ હોય છે. આવું તેનું પુષ્પ, ગુચ્છ, અને તેનું કાષ્ઠ વિગેરે પાંચે અંગ તારે લઈ આવવા. પછી જે કરવાનું છે તે નિવેદન કરીશ.” આ પ્રમાણે શુકના મુખેથી સાંભળીને શ્રેષ્ઠીએ “આ કામ માટે વિનિત એવા સુજ્ઞ પુત્રને મોકલું.” એમ વિચારી તે પુત્રને બેલાવીને કહ્યું કે-“હે ભદ્ર! આ કામ સત્વર કરવાનું છે.” તે બોલ્યો કે “આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર છું.” પછી તે પેલી લતાના પત્રને આંખે પાટા બાંધવાથી ગરૂડ થઈને ચાલ્યા. કેટલેક સુધી શુક માર્ગ બતાવવા સાથે ચાલે. માર્ગમાં શુકે તેને શિક્ષા આપી કે –“હે સાવિક! માર્ગે ચાલતાં જે પર્વત પર ચભેટી (કાકડી) ને ગંધ આવે, ત્યાં તારે અટકી જવું, અને જમીન પર ઉતરી આંખપરને પાટે છેડી નાંખો. પછી તે વૃક્ષના પાંચે અંગ લઈને સત્વર પાછા ચાલ્યા આવવું.” આ પ્રમાણે સમજાવીને શુક પાછો વળે અને તે કુમાર ગરૂડપક્ષીના રૂપે દેવની જેમ ઉડીને પચાશ જન દૂર તે પવંતપર ગયે. ત્યાં ગંધ અને નિશાનીથી “તે આજ વૃક્ષ છે” એમ નિર્ણય કરી નીચે ઉતરીને આંખપરનું ઔષધ છેડી નાંખ્યું. એટલે પાછું મનુષ્યનું રૂપ થઈ ગયું. પેલા વૃક્ષના પાંચે અંગ તેણે લઈ લીધાં. પછી તે વિચારવા લાગ્યું કે –“હવે અવસ્થાને શી રીતે જવું ?" એમ ચિંતા કરતાં ઉપાય ન સૂઝવાથી તે નિસાસા નાખવા લાગ્યું. તે વખતે અકસમાત ત્યાં એક શુકયુગલ આવ્યું. એટલે કુમાર હર્ષિત થયે. નવા શુકયુગલને જોઈને તે કહેવા લાગે કે - “હે શુકરાજ! આવ, અહીં બેસે.” એટલે શુક ત્યાં બેસીને બેલ્યા કે –“તું કેણ છે? અને કયાંથી આવ્યું છે? તે કહે.” એમ પૂછવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust