________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હર્ષ સહિત પુનઃ પુનઃ ચુંબન દેવા લાગ્યો. એટલે પુત્રે પૂછયું કે હે તાત! આજ શા કારણથી આપ વિશેષ સ્નેહ દર્શાવી મને વારંવાર આલિંગન કરે છે?” તેના ઉત્તરમાં શ્રેષ્ઠીએ બધો પૂર્વને વૃત્તાંત પુત્રને નિવેદન કર્યો. તે સાંભળીને દુર્વિનીત વારંવાર હર્ષસહિત નેહરષ્ટિથી પેલા શુકને જોવા લાગ્યા. અને નેહથી કહેવા લાગ્યું કે –“હિં સર્વાધિક ! હે પરોપકારી ! હે પ્રાણુદાતા ! તું જ ઉત્તમ છે, તુંજ મારો પ્રાણાધાર છે, તેંજ મને પુનર્જન્મ આપે છે. હવે એક મારૂં વાક્ય સાંભળ-તમે બંને મારા આપેલાં ફળનું વેચ્છાપૂર્વક દરજ ભક્ષણ કરે. આ વાક્ય તમે કબુલ કરે કે જેથી હું અણમુક્ત થાઉં.” શુકે તે વાક્ય કબુલ રાખ્યું એટલે તે કુમાર પ્રતિદિન દ્રાક્ષ અને દાડમ વિગેરે મહર ફળ શુકના ભક્ષણને માટે લાવી વૃક્ષાર શુભ પાત્રમાં મૂકવા લાગ્યા અને શુકયુગલ તેનું સ્વેચ્છાપૂર્વક ભક્ષણ કરી આનંદ કરવા લાગ્યું. આથી શ્રેષ્ઠી વિગેરે સર્વ જને પણ બહુજ આનંદ પામ્યા. - એકદા શ્રેષ્ઠીએ કરિયાણાના ભાવ જાણવાને માટે સિંહલદ્વીપમાં પિતાના સેવકોને મોકલ્યા. અને શેઠ તે ત્યાં વનમાંજ રહ્યો. એક દિવસ શરીરચિંતા નિવારવાને માટે પાણી ભરનારા માણસોની તાંબાની ઝારી લઈને તે થોડે દૂર ગયે, ત્યાં વનના એક પ્રદેશમાં કૃષ્ણ પાષાણની એક શિલા પડી હતી. તેની ઉપર તાંબાનું ભાજન મૂકીને તે ઉત્સર્ગ કરવા (કળસીયે) બેઠે; એવામાં તે તામ્રભાજન સુવર્ણમય થઈ ગયું. તે જોઈને શ્રેષ્ઠી વિસ્મય પામ્ય, તેના મુખપર હર્ષની છાયા પ્રસરી રહી. પછી તે પાષાણુપર નિશાની કરીને તે પોતાના ઉતારા તરફ ચાલ્યા. રસ્તામાં લઘુ પુત્ર દુર્વિનીત સામે મળે. હા- થમાં સુવર્ણનું ભાજન જોઈને તે પૂછવા લાગ્યું કે –“અહો તાત ! . આ કેનું પાત્ર છે?” શ્રેષ્ઠી બે કે –તે આપણું નથી.” એટલે તે પુત્ર પાછો વળે, અને પોતાનું ભાજન ક્યાં ગયું? તે સર્વત્ર જેવા લાગ્યું. એક અનુચરને પૂછતાં તે બોલ્યો કે –તે તામ્ર પાત્રને લઈને શેઠ જંગલ ગયા છે. આથી તે શંકિત થયે. અને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust