________________ જિનેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. ચિંતવવા લાગ્યો કે:-સમજાયું, તામ્રપાત્રને પિતાએ કઈ ઓષધિથી સુવર્ણનું બનાવ્યું જણાય છે, માટે હું તેની તપાસ કરું.' એમ ચિંતવી બીજી એક તામ્રપાત્ર લઈને તે શ્રેણીના પગલાંને અનુસારે ત્યાં ગયે. પછી પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યું કે:-“હવે શું કરું? " એવામાં એક નવીન વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેના પત્ર લેવાની ઈચ્છાથી પગરખા સહિત તે પેલા પાષાણ ઉપર ચડ્યો. અને વૃક્ષની શાખા પકડીને હાથવડે તેના પત્ર (પાંદડાં) લેવા . લાગ્યા. એવામાં પાષાણુના અધિષ્ઠાયકે તેને જમીન પર પાડી દીધો; તેથી તેના ચાર દાંત ભાંગી ગયા. એટલે વિલખ થઈ મુખ આગળ હાથ રાખીને તે પાછો વળે. પિતાએ દાંત પડવાનું કારણ પૂછ્યું, એટલે તે જવાબ ન દેતાં મુંગે બેસી રહ્યો. એકદા શ્રેષ્ઠીએ શુકને કહ્યું કે:-“હે શુકરાજ !એકાંતમાં આવો, મારે તમને કાંઈક પૂછવું છે.” એટલે શુક અને શ્રેણી બંને વનના અંદરના ભાગમાં ગયા. ત્યાં એકાંત જોઈને શ્રેષ્ઠીએ તેને કહ્યું કે હે શુક! હે પંડિત ! હે બુદ્ધિવિશારદ ! પૂર્વે તે કહ્યું હતું તે બધું સત્ય થયું છે. તે સ્પર્શપાષાણુ મેં મેળવ્યું છે. હવે તેની પ્રતિમા શી રીતે કરાવવી? તે કહે.”શુક બે કે –“તું મારે, પૂર્વ ભવનો મિત્ર છે, માટે તને કહું છું. હે પુણ્યાધિક ! સાંભળઆ પાષાણને લઇને પ્રભાતે સાર્થ સહિત અહીંથી પ્રયાણ કરો. સાત દિવસમાં આ અટવી ઓળંગીને પછી ત્યાં અટક. એટલે હું પણું પ્રિયા સહિત ત્યાં આવીશ, અને પછી યથાયુક્ત કહીશ.” શ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી અને પ્રભાતે સાર્થસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. શુક પણ સાથેજ ચાલ્યા. સાત દિવસે અટવી ઓળંગીને સાથે વિશ્રાંતિ લેવા અટક. બીજે દિવસે શ્રેષ્ઠીએ એકાંતમાં શુકને પૂછયું કે:-“શુકરાજ ! હે પ્રાણવલ્લભ ! તારા કહ્યા પ્રમાણે કર્યું, હવે શું કરવું?” શુક બેલ્ય:- આ લતા દેખાય છે, તેના પ્રભાવથી તારૂં કાર્ય સિદ્ધ થશે, તેથી એ લતાના પાંદડાં લઈ ભેગા કરીને તારે નેત્ર૩૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust