________________ 284 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. રૂપ વ્રતની શ્રેણીવાળો તથા સિદ્ધાંતોકત એકવીશ નિર્મળ ગુણરૂપ ગતિથી વિભૂષિત એ શ્રાદ્ધધર્મરૂપ અશ્વ કામદેવ વિગેરે શ્રાવકેની જેમ ભવ–વનનો પાર પમાડી શિવપુરમાં લઈ જાય છે, માટે મિથ્યાત્વાધીન શંકાદિરૂપ હયહર (અશ્વ ચેરનાર) થી યત્નપૂર્વક તેનું રક્ષણ કરવું.”તત અગેળ સદશ (તપાવેલા લોઢાના ગેળા જેવા) ગૃહસ્થને વ્રત પાળવું બહુ દુષ્કર છે. તેવા વ્રત પાળવાને અશક્ત એવા ગૃહસ્થને પણ જિનપૂજા તે અવશ્ય કરણીય છે. જિનપૂજાથી મેટે લાભ થાય છે. કારણકે –“જિતેંદ્રની પૂજા કરતાં દુષ્ટ દૂરિત દૂર જાય છે, સંપત્તિ સત્ત્વર આવે છે, અને કીર્તિ જગતમાં પ્રસરે છે.” માટે શ્રદ્ધા સમન્વિત સુશ્રાવકેએ જિનપૂજા અવશ્ય કરવી. જિનપૂજાથી રાવણે તીર્થકર શેત્ર ઉપાર્જન કર્યું છે તેનું દષ્ટાંત આ પ્રમાણે છે:– - જિતેંદ્રપૂજા ઉપર રાવણની કથા. - લક્ષમીનિવાસના સમૂહુરૂપ કનકપુર નામના નગરમાં સિંહસેન રાજા ન્યાયથી રાજ્ય કરતો હતો. તેને સિંહવતી નામે પત્ની (રાણી) હતી. તે રાજા પુત્રવત્ પ્રજાને પાળતા હતા. તેજ નગરમાં બહુ કેટીધનને સ્વામી અને પ્રતિષ્ઠિત કનડ્યેષ્ટિ નામે વ્યવહારી રહેતું હતો. તે દેશાંતરને વ્યાપાર કરતે હતો. તેને સુરસુંદરી સમાન ગુણસુંદરી નામે પત્ની હતી. તે જિનધર્મમાં બહુજ દઢ અને પ્રેમાળ હતી. પરસ્પર સંસારસુખ ભોગવતાં તે દંપતીને બે પુત્રની પ્રાપ્તિ થઈ. તેમાં પ્રથમ પુત્ર સહુને વલ્લભ અને પરમ આનંદ ઉપજાવે તે હતું અને બીજે લઘુ પુત્ર દુર્વિનીત કહુભાષી અને સર્વને અનિષ્ટ હતા. એક કવીએ કહ્યું છે કે:-“કટુ (કડવું) બલવાના ગુણવાળી એવી હે જિહા ! તું મધુર શા માટે બોલતી નથી? હે કલ્યાણિ! મધુર બેલ, કારણકે લોકોને મધુરજ પ્રિય છે. લોકોએ બંને પુત્રોના સુવિનીત અને દુર્વિનીત એવાં નામ રાખ્યાં, એટલે સર્વત્ર તે બંને તે નામથી જ પ્રસિદ્ધ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust