________________ જિદ્ર પૂજા ઉપર રાવણની કથા. 25 : એકદા કનક શ્રેષ્ઠી નાનાપ્રકારની વસ્તુઓથી પાંચસો શકટ ભરી ભાર્યા, પુત્રે તથા બહુ પરિવાર સહિત સિંહલદ્વીપ તરફ વ્યાપારાર્થે ચાલે. માર્ગમાં ક્ષેમપૂર્વક ચાલતાં તે ત્રીશ પેજના ગયે, એવામાં એક મેટું વન આવ્યું. તે વનમાં વિવિધ વૃક્ષોની વાટિકાથી સુશોભિત, દેવતાના કીડાભવન સમાન મનહર તથા પ્રભાવયુક્ત શ્રી ત્રિષભદેવસ્વામીનું ચૈત્ય દષ્ટિએ પડયું. તેની નજીકમાં એક આમ્રવૃક્ષ નીચે તંબુ તાણીને કનકડી સર્વ સાથે સહિત ત્યાં રહ્યો. પછી ભેજન કરીને તે સુતે, પણ કરિયાણા જાળવવાની ચિંતાને લીધે તેને નિદ્રા ન આવી. એવામાં રક્ત ચંચુ ચરણના ચિન્હયુક્ત, બહુ પ્રેમપૂર્ણ અને આમ્રવૃક્ષ પર બેઠેલ એવું એક *વેતવણી શુક યુગલ મનુષ્યવાચાથી બેલતું તેના સાંભળવામાં આવ્યું. તેથી અતિ રંજીત થઈ કરિયાણાની ચિંતા મૂકી દઈને અમૃત રસ સમાન તેના વાને તે સાંભળવા લાગ્યું. - શુક–“હે પ્રિયે! આ કનકøછી બહુ ભાગ્યવંત છે.” - શુકી–“હે સ્વામિન! ભાગ્યવંત શી રીતે? કારણકે અત્યારે કરિયાણાની વસ્તુમાં લાભ થાય તેમ નથી.” - શુક–“હે પ્રિયે! એ શ્રેણી જિનબિંબ અને જેનતીર્થની પ્રભાવના કરશે, તેથી મહા ભાગ્યવંત છે.” * શકી-“શું એ નવીન તીર્થને સ્થાપન કરશે?” - શુક–“હે વલ્લભે! ચિટક પર્વત પર બદરી નામના તીર્થની એ પ્રભાવના કરશે.” આ પ્રમાણે કાનને અમૃત સમાન તેમનાં વાક્ય સાંભળીને શ્રેણી ચિંતવવા લાગ્યા કે - આ વનમાં કે બેલે છે?” એમ ધારી તંબુમાંથી બહાર આવી નજર કરતાં શુકયુગલને જોઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યું કે:-ખરેખર! આ શુક જ્ઞાની જણાય છે.” એમ ચિંતવીને તે વિશેષ સાંભળવા લાગે એટલે પુનઃ શુકી બોલી કે - હે પક્ષિરાજ! એ તીર્થ કેવું કરશે? શૈલમય, રત્નમય, સુવર્ણમય કે કાષ્ટમય કરશે?” એટલે શુક બોલ્યો કે:-“હે પ્રિયે! એ શ્રેણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust