________________ અતિચાર વર્ણન. 281. ન આકાંક્ષા અન્ય હરિ, હર અને સૂર્ય વિગેરે દેને પ્રભાવ જોઈને તેનાથી અને જિનધર્મથી પણ સુખાદિકની વાંચ્છા કરે, અથવા શંખેશ્વરાદિ દેવ પાસે ભેગસુખ પ્રાપ્ત થવાની માનતા કરેપ્રાર્થના કરે. 'વિચિકિત્સા ધર્મ સંબંધી ફળને સંદેહ કરે અથવા દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે. પરપ્રશંસા–અન્ય દર્શનીયની પ્રશંસા કરે. પર પરિચય-અન્ય દર્શનીય સાથે વિશેષ પરિચય કરે. - આ પાંચ અતિચાર રહિત સમ્યકત્વનું શ્રાવકેએ પાલન કરવું. - હવે બાર વ્રતમાં પ્રથમ અણુવ્રત પ્રાણાતિપાત વિરમણ પાળવાનું છે. શ્રાવકને સવા વિશ્વાની દયા કહી છે. કારણકે-રપૂલ અને સૂમ જીની હિંસા સંકલ્પથી અને આરંભથી—એમ બે પ્રકારે થાય છે. તેના પણ સાપરાધીની અને નિરપરાધીની તથા સાપેક્ષપણે અને નિરપેક્ષપણે-એવા બે બે ભેદ થાય છે તે ગુરૂમુખથી વિશેષ સમજવા. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર તજવા ગ્ય છે તે આ પ્રમાણે - વધ–દ્વિપદ અને ચતુષ્પદાદિકને નિર્દયપણે મુષ્ટિ, યષ્ટિ વિગે.. રેથી પ્રહાર કરવા તે. બંધ-દ્વિપદ, ચતુષ્પદાદિકને સખ્ત રીતે બાંધવા તે. - છવિચ્છેદ-પશુઓનાં કર્ણ, કંબલાદિકને છેદ કરવો તે. અતિભાર–બહુ-હદ ઉપરાંત ભાર આપણુ કરે તે. ભક્તપનવિચ્છેદ-પશુઓને ચારા પાણુને વિચ્છેદ કરોવખતસર ન આપવો તે. બીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે - સહસાત્કારે કેઈને આળ દેવું તે. એકાંતે કઈ સાથે કરેલ રહસ્ય પ્રગટ કરવું તે. મૃષા ઉપદેશ દેવો તે. પિતાની સ્ત્રીનું ગુહ્ય પ્રકાશવું તે, 36 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust