________________ પુંડરીક કંડરીક કથા. હઉં તેમ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, પરિગ્રહ, (રાત્રિભોજન), ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પિશુન્ય, રતિ અરતિ, પરનિંદા, માયામૃષા અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને ત્યાગ કરૂં છું. વળી ઈષ્ટ, પ્રિય, કાંત, લાલિત, પાલિત અને બહુ કાળથી રક્ષિત છતાં આ શરીરને અંતિમ શ્વાસોશ્વાસે વિવિધ ત્રિવિધ ત્યાગ કરૂં છું.” આ પ્રમાણે ભાવજળથી આત્માને પાપને પખાળી મરણ પામી સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. હે ભવ્ય જનો ! આ પ્રમાણે ભાવધર્મને મહિમા જાણુને સર્વ ધર્મકૃત્યમાં ભાવને પ્રધાન રાખ. ઇતિ પુંડરીક કંડરીક કથા. શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રમાણેની દેશના સાંભળીને બહુ જનોએ ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલાકએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. કેટલાક સમ્યક પામ્યા અને કેટલાક ભદ્રકભાવી થયા. શ્રીમાન અશ્વસેન રાજાએ પણ ભગવંતની દેશના સાંભળીને હસ્તિસેન નામના પુત્રને રાજ્યભાર સેંપી દીક્ષા અંગીકાર કરી તથા વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની ભવતારિણી વાણું સાંભળીને ભાવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. ભગવતે તે વખતે દશ ગણધરની સ્થાપના કરી. તેમનાં નામ આ પ્રમાણે–આયદત્ત, આર્યશેષ, વિશિષ્ટ, બ્રહ્મ, સમ, શ્રીધર, વિરસેન, ભદ્રયશા, જય અને વિજય–એ દશ ગણધરેને ભગવંતે ઉત્પાદ, વિગમ અને દૈવ્યરૂપ ત્રિપદી સંભળાવી, એટલે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવંતે ઉઠીને શકેંદ્ર રત્નના થાળમાં ધરેલ દિવ્ય વાસક્ષેપ તેમના મસ્તક પર નાખ્યો. પછી દુંદુભિના અવાજ પૂર્વક સંઘની સ્થાપના કરી અને તેમને યોગ્ય શિક્ષા આપી. ત્યારપછી પ્રથમ પરથી પૂર્ણ થતાં દેશના સમાપ્ત કરી, ત્યાંથી ઉઠીને બીજા ગઢમાં ઈશાન ખુણામાં દેએ રચેલા દિવ્ય દેવજીંદામાં જઈ ભગવંતે વિશ્રાંતિ લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust