________________ 280 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, श्रीहेमसोमसूरीश, ऋद्धिद्धिसमृद्धिदः / पार्श्वनाथो जिनो वःस्ता-न्मनोवांछितसिद्धये // 1 // // इति श्रीतपागच्छीय श्रीपूज्य श्रीहमाविमलसारसंतानीय श्रीहेमसोमरिविजयराज्ये पंडित श्रीसंघवीरगणिशिष्य पंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंध लघुचरित्रे भगवद्विवाहदीक्षाकेवलज्ञानसमवसरणदेशनावर्णनो नाम षष्ठ सर्गः // 6 // सप्तम सर्गः - અસંખ્ય ઇદ્રોથી વંઘમાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને કથાકલેલથી મને હર એવા સક્ષમ સર્ગને હું કહું છું. દેવજીંદામાં પધાર્યા પછી આદ્ય ગણધર શ્રી આર્યદત્ત દેશના દેવા લાગ્યા - “હે ભવ્યજનો ! સુજ્ઞ જનેને યતિધર્મ એ શીધ્ર મોક્ષદાયક છે, પણ તે આરાધવાને અસમર્થ એવા ભવ્યજનોએ શ્રાવકધર્મ આરાધ. આ અસાર સંસારમાં ધર્મજ સારરૂપ છે. ગૃહસ્થ શીલ, તપ અને ક્રિયામાં અશક્ત હોવા છતાં શ્રદ્ધાને પૂર્ણપણે સાચવી રાખવી. એટલે અમાત્યે કહ્યું કે “હે ભગવન! શ્રાવકધર્મ સવિસ્તર પ્રકાશે.” ગણધર મહારાજ બોલ્યા કે સાંભળો:- . “ગૃહસ્થને સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ ધર્મનું મૂલ સમ્યકત્વ છે. “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સદ્ધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ-એ સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે, તેનો ત્યાગ કરે. તે સમ્યકત્વના પાંચ અતિચાર કહ્યા છે. શકે–દેવ, ગુરૂ અને ધર્મમાં શંકા રાખવી–એટલે આ સત્ય હશે કે અસત્ય? Jun Gun Aaradhak Trust